Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પૂજાલાલ રણછોડદાસ દલવાડી હાલ પંડીચેરીના અરવિંદાશ્રમમાં સાધકનું જીવન ગાળતા અરવિંદભક્ત કવિ પૂજાલાલને જન્મ ઈ. સ. ૧૯૦૧ માં ૨૭મી જૂને પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરામાં પ્રજાપતિ જ્ઞાતિમાં થયેલું. તેમનું મૂળ વતન બેરસદ તાલુકાનું ગામ નાપા. તેમના પિતાનું નામ રણછોડદાસ લક્ષ્મીદાસ અને માતાનું નામ ધૂળીબાઈતેમનાં લગ્ન તેમની ૮-૧૦ વર્ષની વયે શ્રી. ડાહીબહેન વેરે થયાં હતાં.
પ્રાથમિક અને માધ્યમિક કેળવણી તેમણે ગોધરામાં લીધેલી. ઇ. સ. ૧૯૧૮ માં નડિયાદની સરકારી હાઈસ્કૂલમાંથી તેમણે મેટ્રિક પાસ કરી; પછી તેમણે ગુજરાત કોલેજમાં ઇન્ટર સાયન્સ સુધી અભ્યાસ કર્યો, પણ ઈ. સ. ૧૯૨૨ માં, નાપાસ થવાથી, અભ્યાસ છોડી દીધો. ત્યારબાદ તેમના જીવને ન જ રંગ ધારણ કર્યો અને હાલ તે તેમની કાર્યદિશા ગસાધના અને તેને આનુષંગિક લેખનપ્રવૃત્તિ છે.
તેમના જીવન ઉપર સ્વામી વિવેકાનંદે અને શ્રી રામકૃષ્ણ પરમહંસે પ્રબળ છાપ પાડી છે. તેમના અંતરની ઈશ્વરાભિમુખતા કેળવવામાં આ બે તેજસ્વી વિભૂતિઓએ અગત્યને ફાળો આપ્યો છે. તેમના મન પર શ્રી. અંબાલાલ પુરાણીએ દેશભક્તિ, ચારિત્રશુદ્ધિ અને વ્યાયામવ્યાસંગના ઊંડા સંસ્કારો પાડયા છે.
શ્રી. પુરાણીની વ્યાયામશાળાના હસ્તલિખિત માસિક ને દર રવિવારે ભરાતી સભાએ તેમની લેખન ને ચિંતનપ્રવૃત્તિને પિષી હતી. શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીના આશ્રમમાં એમની આધ્યાત્મિક અસરોથી અને ગૂઢ સહાયભૂત બનેલ કૃપાશક્તિ વડે કાવ્યકલા વિકસી હોવાનું તેમનું દૃઢ મંતવ્ય છે. સાધના તેમની કવિતાનું મહાન પ્રેરક બળ છે. સાચી લેખનકલા આશ્રમજીવનને પરિણામે જ તેમને હસ્તગત થઈ હોવાનું તેઓ માને છે. હું પણ આવું તે લખી શકું” એવા આત્મવિશ્વાસમાંથી પ્રારંભાયેલી તેમની કાવ્યકલા આજે ગુજરાતની નવી કવિતામાં અનોખી ભાત પાડે છે.
તેમના જીવનને પરમ ઉદ્દેશ પૃથ્વીલોકમાં પરમાત્મજીવનની સિદ્ધિ મેળવવાનો છે. લેખનપ્રવૃત્તિમાં સહજ શક્ય હોય તેટલે અંશે અંતરાત્માની દિવ્ય યાત્રામાં થતી અનુભૂતિઓની અભિવ્યક્તિ કરી, આંતરદષ્ટિએ જોયેલું,