Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
માંલાભાઇ વીરચંદ દેસાઇ
‘જયભિખ્ખુ’ના તખલ્લુસથી વાર્તા લખતા શ્રી. બાલાભાઈ દેસાઈ ના જન્મ સૌરાષ્ટ્રમાં આવેલા જસદણ તાલુકાના વીંછિયા ગામમાં વિ. સં. ૧૯૬૪ના જેડ વદી ૧૩ તે દિવસે વીશા શ્રીમાળી જૈન જ્ઞાતિમાં થયેલા. તેમના પિતાનું નામ વીરચંદ હેમચંદ દેસાઈ અને માતાનું નામ પાĆતીબહેન. તેમનું મૂળ વતન સાયલા. તેમનાં લગ્ન શ્રી, જયાબહેન સાથે ઈ.સ. ૧૯૩૦માં થયેલાં છે.
પ્રાથમિક શિક્ષણ ઉત્તર ગુજરાતમાં આવેલા વીજાપુર ગામમાં લઇ તેમણે ત્રણ અગ્રેજી સુધીને! અભ્યાસ અમદાવાદમાં શેઠ લલ્લુભાઈ રાયજીની ઍડિંગમાં રહીને કર્યા. ત્યારબાદ મુંબઇ જઇ શ્રી. વીરતત્ત્વ પ્રકારાક મડળ નામની જૈન સંસ્થામાં અંગ્રેજી તેમજ સ ંસ્કૃત સાહિત્યના તેમણે અભ્યાસ કર્યા. ત્યાંથી કાશી અને આગ્રામાં કેટલાક વખત રહ્યા બાદ તેમણે ગ્વાલિયરમાં આવેલા શિવપુરીના ગુરુકુળમાં સંસ્કૃત ન્યાયશાસ્ત્ર અને જૈન આગમાના અભ્યાસ કર્યાં અને કલકત્તા સંસ્કૃત એસસીએશનની ઉપાધિ ‘ન્યાયતી' અને ગુરુ કુળની ઉપાધિ ‘ત ભૂષણ’ તેમણે પ્રાપ્ત કરી. આ વખતે દર્શનશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રને પણ તેમણે ઊંડા અભ્યાસ કર્યાં. હાલ તે અમદાવાદના શારદા મુદ્રણાલયનું સંચાલન કરે છે
• ગ્વાલિયરના ગુરુકુળનું વાતાવરણ, ત્યાં પ્રાપ્ત કરેલ. જૈન ધર્મના ઉપદેશક તરીકેના શિક્ષણાનુભવ, યુરોપીય વિદ્વાન ડૉ. ક્રાઉઝ સાથેને સપ અને અંગ્રેજી, બંગાળી, મરાઠી, ઉર્દૂ અને સંસ્કૃત સાહિત્ય પરિથય તેમના વ્યક્તિત્વને ઘડનારાં પ્રેરક મળે છે. એ ઉપરાંત તેમના વ્યક્તિત્વ ઉપર સ્વ. શૈવ નરામે તેમની કૃતિ ‘સરસ્વતીચંદ્ર' દ્વારા સારી અસર કરી છે. તેમને ગ્રંથકાર તરીકે બહાર લાવવાનો યશ ‘રવિવાર’ સાપ્તાહિકને ફાળે
જાય છે.
પ...તુના ધંધો નહિ રુચવાથી અને અંતરની આકસ્મિક પ્રેરણાથી પાતાનાં મંતવ્યોને રજૂ કરવાના સુંદર વાહન તરીકે લેખન ઇષ્ટપ્રવૃત્તિ હાવાથી તે પ્રવૃત્તિને તેમણે બધા તરીકે અપનાવી છે.
તેમના લેખનનો મુખ્ય આશય સાંપ્રદાયિક તત્ત્વાને વિશાળ માનવતામાં લઇ જઈને ચવાને હાય છે; તેમણે વિક્રમાદિત્ય હૈમૂ'માં મુસ્લિમ ધર્મ, ‘પ્રેમભક્ત કવિ જયદેવ'માં વૈષ્ણવ ધર્મ, ‘ઋષભદેવ' માં માનવધર્મ