Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
પ્રેમશંકર હરિલાલ ભટ્ટ શ્રી. પ્રેમશંકર ભટ્ટને જન્મ સંવત ૧૯૭૧ના ભાદરવા સુદ એકમે સૌરાષ્ટ્રના પ્રાંગધ્રા રાજ્યમાં આવેલા તેમના વતન રાજસીતાપુર ગામમાં ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. તેમના પિતાનું નામ હરિલાલ મોતીરામ ભટ્ટ અને માતાનું નામ ગોદાવરીબહેન. ઇ. સ. ૧૯૩૮માં શ્રી. સવિતાગૌરી સાથે તેમનું લગ્ન થયેલું છે.
તેમણે પ્રાથમિક કેળવણી ધ્રાંગધ્રા રાજ્યની જુદી જુદી ગામઠી શાળાઓમાં અને માધ્યમિક ધ્રાંગધ્રાની સર અજીતસિંહજી હાઈસ્કૂલમાં લીધી હતી. ઇ. સ. ૧૯૩૮માં મુખ્ય વિષય ગુજરાતી લઈને ભાવનગરની શામળદાસ કોલેજમાંથી તેઓ બીજા વર્ગમાં બી. એ. પાસ થયા અને તે વિષયમાં પ્રથમ આવવા બદલ ભાવનગર સાહિત્ય સંમેલન તરફથી તેમને ચંદ્રક મળ્યો હતો. એ જ કૉલેજમાંથી તેઓ ઈ. સ. ૧૯૪૦માં એમ. એ. પણ બીજા વર્ગમાં પાસ થયેલા અને મુખ્ય વિષય ગુજરાતીમાં પ્રથમ વર્ગના ગુણ મેળવેલા.
એમ. એ. થયા પછી એક વર્ષ તેમણે મુંબઈના ભારતીય વિદ્યાભવનમાં અધ્યાપક તરીકે, પાંચ વર્ષ બર્મા શેલ કંપનીમાં પ્રકાશનઅધિકારી તરીકે અને કેટલાક સમય ખાલસા કૉલેજમાં ગુજરાતીના, અધ્યાપક તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ મુંબઈમાં સિદ્ધાર્થ કોલેજની
સ્થાપના થઈ ત્યારથી તેઓ તે કોલેજમાં ગુજરાતીના મુખ્ય અધ્યાપકનું કાર્ય કરી રહ્યા છે.
કિશોર વયમાં તેમના મિત્ર શ્રી. લાભશંકર શુકલ સાથે હાથે ચડયું તે તમામ સાહિત્ય તેમણે વાંચી કાઢેલું. મેટ્રિક થયા પછી શામળદાસ કોલેજના ગુજરાતીના અધ્યાપક શ્રી. રવિશંકર જોષીએ તેમના વાચનને વ્યવસ્થિત કર્યું અને લેખનકાર્ય માટે તેમને પ્રોત્સાહન આપીને સાહિત્યસેવાની લગની લગાડી. એ સાહિત્યપ્રીતિ અને નિષ્ઠાને વશ થઈને જ આર્થિક દૃષ્ટિએ સારી ગણાય તેવી બર્મા શેલ કંપનીની નોકરી છોડી દઈને અધ્યાપનનું કાર્ય તેમણે સ્વીકાર્યું છે.
કૅલેજની કારકિદી દરમિયાન કાવ્યરચના અને વિવેચનકાર્યમાં તેમને છે. જોષીનું ઉત્તમ માર્ગદર્શન સાંપડયું હોવાથી કવિ અને વિવેચક તરીકે