Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
-
*,
કનૈયાલાલ ભાઈશંકર દવે આ પુરાતત્ત્વવિદને જન્મ તેમના મૂળ વતન પાટણ તાલુકાના રણુંજ ગામમાં સંવત ૧૯૬૩ માં મહા સુદ ૧૧ ના રોજ થયેલ. તેઓ જ્ઞાતિએ મોઢ ચતુર્વેદી બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ ભાઈશંકર, માતાનું નામ અમથીબહેન અને પત્નીનું નામ સમજુબહેન છે. તેમની લગ્નસંવત છે ૧૯૭૯.
પ્રાથમિક અને માધ્યમિક છ ધોરણ સુધી તેમને અભ્યાસ પાટણની હાઈસ્કૂલમાં. ત્યારબાદ કાશી સરકારી કોલેજની “સાહિત્યની મધ્યમાં પરીક્ષા તેમણે પસાર કરી હતી. વડોદરાની શ્રાવણ માસ દક્ષિણ પરીક્ષામાં
સ્માર્તયાજ્ઞિક ની ઉપાધિ અને દ્વારકા શારદાપીઠના શ્રી. શંકરાચાર્ય તરફથી “કર્મકાર્ડ વિશારદ ની ઉપાધિ પણ તેમણે પ્રાપ્ત કરી છે. તેમને વ્યવસાય યજ્ઞ, હમ, પ્રતિષ્ઠા, લગ્ન, ઉપવીત વગેરે સંસ્કારે કરાવવાનું છે.
સશેધન, ઈતિહાસ, પુરાતત્ત્વ અને વિવિધ કળા તથા શાસ્ત્રોના અભ્યાસમાં ઊંડે રસ તેમજ સાહિત્ય પરિષદ, ઈતિહાસ સંમેલન વગેરે જ્ઞાનસત્રોની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવાની વૃત્તિ તેમને આ વિષમાં સતત લખતા. રહેવાની પ્રેરણા આપે છે. તેમની લેખન-પ્રવૃતિની શરૂઆત પાટણ વિદ્યાથી મંડળ તરફથી પ્રગટ થતી “અભ્યાસગૃહ-પત્રિકા' (દૈમાસિક) દ્વારા થઈ. તેમને પ્રથમ લેખ “સેવામાર્ગનાં સૂત્રો છે. ત્યારબાદ તેમણે પાટણને લગતા ચિતિહાસિક તેમજ કળાવિવેચનના લેખો લખ્યા. તેમાં શ્રી. પુણ્યવિજયજી મહારાજ, સ્વ. મણિલાલ માધવલાલ ભટ્ટ અને શ્રી. નટુભાઈ રાવળ તરફથી તેમને પુષ્કળ પ્રેરણા અને ઉત્સાહ મળ્યાં. તેમનું પ્રથમ પુસ્તક સિદ્ધસર સહસ્ત્રલિંગને ઇતિહાસ' ઈ. સ. ૧૯૩૫માં પ્રગટ થયું હતું.
તેમના જીવનને ઉદ્દેશ સંશોધક દૃષ્ટિએ શક્ય તેટલું સાહિત્યકાર્ય કરી ગુજરાતની સેવા કરવાનું છે. મુનિશ્રી જિનવિજયજીની સંશાધનદષ્ટિ તેમનો આદર્શ બની છે. રામાયણ અને મહાભારત તેમના પ્રિય ગ્રંથ છે. તેમને પ્રિય લેખનવિલય સંશોધન અને ખાસ કરીને સ્થાપત્ય અને મૂર્તિ કળા છે. ઈતિહાસ, કળા અને ધર્મનાં પ્રાચીન–અર્વાચીન સ્વરૂપો તેમજ પુરાતત્ત્વ તેમને અભ્યાસ-વિષય છે.
ગુજરાતની કલામીમાંસા અને પુરાતત્ત્વચર્ચામાં તેમને નોંધપાત્ર હિસ્સો છે. “મહાકવિ રામચંદ્ર.” “આચાર્ય હેમચંકને વૈદિક સાહિત્ય પર