Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
જટાશંકર ઈશ્વરચંદ્ર નાન્દી તેમને જન્મ પાલીતાણામાં તા. ૫-૮-૧૮૭૫ ના રોજ વડનગર નાગર ગૃહસ્થ જ્ઞાતિમાં થયે હતો. પિતાનું નામ ઈશ્વરચંદ્ર અને માતાનું નામ દુર્ગાદેવી. મૂળ વતન પાટણ. ઈ. સ. ૧૯૦૨ માં સૌ. રમણલક્ષ્મી સાથે તેમનું લગ્ન થએલું છે.
તેમણે પ્રાથમિક પાંચ ધોરણે ઈ. સ. ૧૮૮૬ માં પૂરાં કર્યો. ઈ. સ. ૧૮૯૨ માં પાટણ હાઈસ્કૂલમાંથી તેઓ મેટ્રિક પાસ થયા. ત્યાર બાદ ડિસ્ટ્રિકટ કોર્ટ લીડરની પરીક્ષા પસાર કરી, પણ વકિલાતના ધંધા પ્રત્યે પ્રેમ નહિ હોવાથી ઈ. સ. ૧૯૧૨ માં “અમેરિકન કૅલેજ ઓફ નેચરોપથીની ડોકટર ઑફ નેચરોપથીની ઉપાધિ માનસહિત મેળવી. શરૂઆતમાં તેમણે વકિલાત કરેલી પણ તે ધંધા પ્રત્યે તેમને ગાંધીજીની “આત્મકથાની અસરને લીધે નફરત થઈ અને કુદરતી રોગોપચારને જનહિતાર્થે પુસ્તિકાઓ, લેખ, સલાહ, શિખામણ દ્વારા પ્રચાર કરવાની પ્રવૃત્તિ સ્વેચ્છાએ સ્વીકારી.
- ઈ. સ. ૧૯૦૮ માં ગાંધીજીના નિસર્ગોપચારના વિચારોએ તેમના ચિત્ત ઉપર ભારે અસર કરી. ગાંધીજીની સાદાઈ, કરકસર, ત્યાગવૃત્તિ, સંયમ અને સેવાભાવનાએ તેમના ચિત્તને સતેજ કર્યું ત્યારથી તેમણે
જીવનને ઉદ્દેશ જનસમાજમાં બ્રહ્મચર્ય પાલનને, આરોગ્યરક્ષણશાસ્ત્રને, સંયમને અને કુદરતમય જીવન જીવવાની રીતે પ્રચાર કરવાને રાખે છે. એ ઉદ્દેશને લેખે તથા પુસ્તકે દ્વારા તેઓ સિદ્ધ કરવા માગે છે. એમના પ્રિય લેખક ગાંધીજી છે. ગાંધીજીના ઉપદેશક સાહિત્યે તેમને લખવા પ્રેર્યા છે. એમને પ્રિય ગ્રંથ “સત્યના પ્રયોગો’ છે. એમને પ્રિય લેખનવિષય તેમજ અભ્યાસવિષય કુદરતી રોગોપચાર અને આરોગ્યરક્ષણનું શાસ્ત્ર છે.
શ્રી. નાન્દીને હિંદની પ્રજામાં રહેલું અજ્ઞાન સાલે છે. પ્રજા શિસ્ત, સંયમ ને સદાચારનાં બંધનની ઉપેક્ષા કરી વિલાસને પંથે ચડી રહી છે અને શરીરસંપત્તિ તેમજ મનની સ્વસ્થતા ખોઈ બેઠી છે, એ હકીક્ત તેમને બેચેન બનાવે છે. પ્રજામાં આરોગ્યવિષયક સાચું જ્ઞાન ફેલાય તે અર્થે તેમણે ત્રીસ જેટલાં પુસ્તક–પુસ્તિકાઓ શરીર-મનના રક્ષણ સંબંધે લખ્યાં છે. પ્રજા એ શાસ્ત્રના જ્ઞાન દ્વારા તંદુરસ્ત જીવન જીવે એ એમની લેખનપ્રવૃત્તિને મુખ્ય હેતુ છે.