Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
જયંતીલાલ મફતલાલ આચાર્ય શ્રી. જયંતીલાલ આચાર્યને જન્મ ઈ. સ. ૧૯૦૬ માં તા. ૧૮ મી આકાબરના રોજ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં ઉત્તર ગુજરાતના કડી ગામમાં થયો હતો. તેમનું મૂળ વતન અમદાવાદ. પિતાનું નામ મફતલાલ મોતીલાલ; માતાનું નામ વસંતબા. તેમનું લગ્ન ઈસ. ૧૯૨૪ માં. શ્રી. હીરાબહેન સાથે થયેલું છે.
તેમણે માધ્યમિક શિક્ષણ અમદાવાદની નેટિવ સ્કૂલ તથા સીટી હાઈસ્કૂલમાં લીધું હતું. મેટ્રિકની પરીક્ષા ગણિતના વિષયમાં ૭૦ ટકા જેટલા ગુણ મેળવી તેમણે પસાર કરેલી. ઈ. સ. ૧૯૨૮ માં તેઓ સંસ્કૃત અને ગુજરાતી વિષયો લઈને ગુજરાત કોલેજમાંથી બી. એ. થયા હતા.
પણ આ તે તેમની સામાન્ય કેળવણી. તેમને મળેલી કેળવણીની ખરી વિશેષતા તો તેઓએ શાંતિનિકેતનના વિદ્યાભવનમાં મધ્યકાલીન સંતસાહિત્ય અને ગસાધનાનો અભ્યાસ કર્યો તેમાં, તેમજ આચાર્ય ક્ષિતિમોહન સેનની પાસે રહીને ઈ. સ. ૧૯૩૧-૩૪ ના ગાળા દરમિયાન વિદ્યા, સંસ્કાર અને ભાવનાની તેમને પ્રાપ્તિ થઈ તેમાં રહેલી છે. હાલ તેઓ અમદાવાદની ભારતી વિદ્યાલયના આચાર્ય છે અને શેઠ ભે. જે. વિદ્યાભવન (ગુજરાત વિદ્યાસભા સંચાલિત )માં બંગાળી ભાષાસાહિત્યના માનાર્હ અધ્યાપક છે.
વિદ્યાર્થીકાળ દરમિયાન શ્રી. પ્રભાસચંદ્ર બેનરજી નામના બંગાળી શિક્ષકે તેમના વ્યક્તિત્વ પર સારી અસર પાડી હતી. વ્યાયામની પ્રવૃત્તિ અને ઈતર કાર્યોમાં શ્રી અંબાલાલ પુરાણુની અને કેસિન્ધાના આશ્રમમાં તેઓ હતા ત્યારે શ્રી. કરુણાશંકર ભટ્ટની છાપ તેમના ઉપર પડી છે. પિતાના મૂક ઉદાર અભિજાત સંસ્કારલક્ષી આતિથ્ય અને સદ્દભાવથી આચાર્ય સેને અને શ્રી. નંદલાલ બસુએ તેમનામાં ભાવનાસિચન કર્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રી. અરવિંદનાં સાહિત્ય, યોગસાધના અને વ્યક્તિત્વની અસર તેમના ઉપર થતી જાય છે.
તેમણે લેખનપ્રવૃત્તિની શરૂઆત સારંગપુર સાર્વજનિક વ્યાયામ મંદિર (અમદાવાદ) તરફથી પ્રગટતા હસ્તલિખિત માસિક “વિદ્યાર્થી માં લેખ લખીને કરી હતી. એ લેખે ઉપર પુરાણી ભાઈએાની પ્રવૃત્તિના દઢ