Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
નરભેશંકર પ્રાણજીવન દવે
આજથી ત્રીસ-ચાળીસ વર્ષ પહેલાં કાઠિયાવાડી’ને નામે સાહિત્યજગતમાં છે. નરભેશંકર દવે જાણીતા હતા. એમને જન્મ ઈ. ૧૮૭૦માં ૧૨ મી જૂનના દિવસે સૌરાષ્ટ્રમાં રાણપુર પાસે આવેલ ચુડા ગામમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પ્રાણજીવન રણછોડ દવે, માતાનું નામ રતનબાઈ ત્રિકમજી દવે અને પત્નીનું નામ દીવાળીભાઈ જયાનંદ દવે. લગ્નસાલ ઈ. સ. ૧૮૯૦. '
લીંબડી, મોરબી, વઢવાણ---એમ જુદે જુદે સ્થળે રહીને ગુજરાતી અને અંગ્રેજીને તેમણે અભ્યાસ કર્યો. ૧૫ વર્ષની ઉંમરે તેમણે મેટ્રિકની પરીક્ષા આપી પણ તેમાં તેઓ નાપાસ થયા અને તરત જ તેમનું લગ્ન થયું. આગળ અભ્યાસ કરવા ઈચ્છતા શ્રી. નરભેશંકરને લગ્ન કરીને પંથ લેવાની ફરજ પાડી. શરૂઆતમાં વેરાવળ-જેતલસર લાઈનમાં રેલવે
ફીસની નોકરીમાં તેઓ દાખલ થયા. ત્યારબાદ એક પારસીની કેઓપરેટીવ સોસાયટીમાં કારકૂન થયા. ત્યાં ન ફાવતાં તેઓ માદન કંપનીમાં દાખલ થયા. ત્યાંથી વળી જયપુર ગયા. આમ આઠેક વર્ષ લગી જુદે જુદે સ્થળે રહી તેમણે કુટુંબનિર્વાહ માટે પ્રયત્નો કર્યા. છેવટે તેઓ પિતાના વતન સૌરાષ્ટ્રમાં પાછા આવ્યા અને પિતાને પ્રિય શિક્ષણ તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તેમણે ઝંપલાવ્યું.
એક તરફ લખવાની અને બીજી તરફ અભ્યાસ આગળ વધારવાની –એમ બે પ્રવૃત્તિઓ તેમણે ઉપાડી. “સુંદર અને વિદ્યાનંદ' નામની એક નવલકથા તેમણે લખવી શરૂ કરી અને સાથે સાથે મેટ્રિકને અભ્યાસ ફરી શરૂ કર્યો. મેટ્રિકમાં પાસ થઈને તેમણે હાઈટ પ્લીડરની પરીક્ષાની તૈયારી કરવા માંડી. એ માટે તેઓ મુંબઈ ગયા; પણ કમનસીબે બે વાર તે પરીક્ષામાં તેઓ નાપાસ થયા. એ જ અરસામાં વિખ્યાત તત્વજ્ઞાની ઈમર્સનના નિબંધને ગુજરાતી અનુવાદ તેમણે પ્રગટ કર્યો. પછી ઉચ્ચ અભ્યાસ માટે એ કૅલેજમાં દાખલ થયા. ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રીવિયસ અને ઈન્ટરની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરીને તેમણે કૅલેજની ઊંચી શિષ્યવૃત્તિઓ મેળવી. બી. એ. માં પૂનાની ડેક્કન કોલેજમાં તેઓ અભ્યાસ કરવા ગયા અને ત્યાંથી તત્ત્વજ્ઞાનને વિષય લઈ મુંબઈ યુનિવર્સિટીમાં તે