Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગાવિંદભાઇ રામભાઈ અમીન
મુંબઈના શેરબજારના ધાંધલિયા વાતાવરણમાં પણ લેખનશેાખતે અદ્યાપિ પર્યંત ટકાવી રાખનાર ચરોતરનાં આ પાટીદાર' લેખકને જન્મ ઇ. સ. ૧૯૦૯ માં ૭ મી જુલાઇએ સ્વ. મેાતીભાઈ અમીન અને દરબાર શ્રી. ગેાપાલદાસે સંસ્કારેલા સુંદર ગામ વસેામાં થયેલા. તેમના પિતાનું નામ રામભાઇ વાઘજીભાઈ અમીન અને માતાનું નામ કાશીબહેન. તેમનું લગ્ન ઇ. સ. ૧૯૨૮ માં શ્રી. શાન્તાબહેન સાથે થયેલું છે.
બાળપણથી જ તબિયત નાજુક હોવાને લીધે કેળવણીમાં વચ્ચે વચ્ચે તેમને અનેક અંતરાયા આવેલા. પ્રાથમિક શિક્ષણુ તેમણે વસેામાં સ્વ. મેાતીભાઇ અમીને પ્રથમ શરૂ કરેલ મેન્ટેસરી નવી ગુજરાતી શાળામાં લીધું હતું. ત્યારબાદ વસેામાંથી ઇ. સ. ૧૯૨૮ માં તેમણે મેટ્રિક પાસ કરી ઈ. સ. ૧૯૩૬ માં મુંબઈ સીડનહામ કૉલેજમાંથી બી. કામ. ની ઉપાધિ પ્રાપ્ત કરી. ત્યારથી તે શૅરલાલના ધંધામાં પ્રવૃત્ત થયા છે.
જીવનના પ્રારંભમાં નબળી તબિયતને લીધે જે માનસિક તે શારીરિક કષ્ટ તેમને સહન કરવું પડયું તેના પરિણામે સાંપડેલી નિરાશામાંથી આશ્વાસન રૂપે તેમણે લેખકજીવન શરૂ કર્યું. અને પછી તે તેને વ્યવસ્થિત બનાવતાં રાજના અનિવાર્ય શાખ રૂપે તે બની ગયું.
'
"
એમની પ્રથમ કૃતિ ‘રેડિયમ ’ કૅાલેજમાં એક ડૉકટરને હાથે તેમને અન્યાય થતાં ઈ. સ. ૧૯૩૧ માં લખાયેલી. ખીજે વર્ષે તે ‘ કૌમુદી ’ માં પ્રકટ થઈ. ઈ. સ. ૧૯૩૮ માં પ્રથમ પ્રકાશન · રેડિયમ ' માં તેમણે તેમની નાટિકાએના સંગ્રહ કર્યાં. પ્રકાશન બાબતમાં ગુજરાતી લેખક બિચારા દુઃખી હાય છે, એ અનુભવ ત્યારથી તેમને થયેલા, જે તેમના છેવટના પ્રકાશન સુધી ચાલુ છે.
તેમનો મનગમતા લેખનવિષય નાટક છે. પરતુ એમના પ્રિય અભ્યાસવિષય છે તત્ત્વજ્ઞાન, જન્મથી જ આાત્મિક વિષયા તરફ કુતૂહલ હોવાથી તેમનું ચિંતન તેમને નવી શ્રદ્ધા અને નવું બળ આપે છે. એથી જ એમને ઉદ્દેશ પણ શાંતિથી મરવાના ' તેમણે દર્શાવેલા છે.
<
તેમનાં નાટકા અને નવલેને ગુજરાતના સાક્ષરવમાંથી ઠીક ઠીક આવકાર મળ્યો છે. સાદી, નાનકડી અને સામાન્ય લાગતી એવી કેટલી ય ઘટનાઓને તે નાટવિષય બનાવે છે. એકાંકી નાટકા લખવાની એમની
.