Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર શ્રી વૈકુંઠલાલ ઠાકરને જન્મ તેમના વતન ભરૂચમાં તા. ૨૦ સપ્ટેબર ૧૮૮૫ના રોજ થયો હતો. પિતાનું નામ શ્રીપતરાય હકુમતરાય ઠાકોર અને માતાનું નામ શિવગૌરીબહેન. જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય. ૧૯૦૬માં સ્વ. બળવંતરાય પરમાદરાય ઠાકરનાં પુત્રી કુસુમગૌરી સાથે તેમનું લગ્ન થયું હતું.
વૈકુંઠભાઈએ પ્રાથમિક તેમજ માધ્યમિક કેળવણી સુરતમાં લીધી હતી. તેઓ ૧૯૦૦ની સાલમાં મેટ્રિક થઈને અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા હતા. ૧૯૦૪ માં ત્યાંથી તેઓ બી. એ. થયા હતા. શાળા તેમજ કોલેજમાં વિદ્યાર્થી તરીકે તેમની કારકિદી સામાન્ય હતી. અમદાવાદમાં તેઓ પિતાનાં કાકી મણીબહેનને ત્યાં રહીને અભ્યાસ કરતા હતા તે દરમ્યાન રૂક્ષ્મણીબહેનના પિતાશ્રી દી. બ. અંબાલાલ સાકરલાલ દેસાઈના સંપર્કમાં તેઓ આવ્યા હતા. વૈકુઠભાઈના ચારિત્રવિકાસમાં અંબાલાલ ભાઈ તથા રૂક્ષ્મણીબહેનના વ્યક્તિત્વની ઊંડી અસર પડી હતી. તેમને માનસિક એક મૂળથી જ આધ્યાત્મિક દિશામાં વિશેષ. એટલે સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, શ્રો. અરવિંદ, રાધાકૃષ્ણન વગેરેનાં તેમજ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયનાં પુસ્તકે જુવાન વયમાં તેમણે હશે હશે વાંચ્યાં હતાં. જેમ્સ એલનનાં “From Poverty to Power” અને “Life sublime” જેવાં પુસ્તક તેમના નિત્યના સાથી હતા. પાછલી વયમાં રાંદેરના સાધુ પુરુષ ચંદુભાઈના સત્સંગે પણ તેમના પર દઢ છાપ પાડી હતી. - ગ્રેજ્યુએટ થઈને તરત વૈકુંઠલાલ દી. બ. અંબાલાલની નડિયાદની મિલમાં (હાલની શેરક મિલ) સેક્રેટરી તરીકે જોડાયા હતા. ત્યાં ૧૯૧૧ સુધી કામ કર્યા બાદ તેમણે મુંબઈની મોરારજી મિલમાં સેક્રેટરી અને મેનેજર તરીકે ૧૯૨૧ સુધી કામ કર્યું. પછી ૧૯૩૮ સુધી શલાપૂરની મિલમાં મેનેજર તરીકે યશસ્વી કારકિદી ભોગવીને તેઓ એ ધંધામાંથી નિવૃત્ત થયા હતા. બાહેશ, કર્તવ્યનિષ્ઠ, સાચુકલા, સ્વમાની અને મિલ તેમજ મજુર વચ્ચે સેતુની ગરજ સારે તેવા સદ્દભાવશાળી મેનેજર તરીકે શોલાપૂર અને મુંબઈના ઉદ્યોગપતિઓ ને મજરોમાં વૈકુંઠલાલની પ્રતિષ્ઠા બંધાઈ હતી. પિતાની કમાણીને દસમો ભાગ જાહેર હિતના કામમાં વાપરવાને તેમને સંક૯પ હતે. ગ્રામવિસ્તારમાં ઝણાલય