Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થકાર-ચરિતાવલિ
૧૦૭ સૂત્રોમાં રમતાં કરી દે છે. આને લીધે એની પંક્તિઓની પંક્તિઓ સહેલાઈથી યાદ રહી જાય છે. સૂફીવાદી મસ્તીભરી ગઝલેનું પદ્યસ્વરૂપ પણ તેનું એક આકર્ષણ ગણાય. ભાષાની માફક સંસ્કૃત અક્ષરમેળ વૃત્તો પર પણ એમને સહજસિદ્ધ કાબૂ હતા. આથી એમની કવિતામાં ક્યાંય આયાસ કે કૃત્રિમતા નહિ જણાય. .
કલાપી ઉપર અંગ્રેજી કવિતાની ઘણી અસર હતી. વર્ડઝવર્થ, શૈલી, કીટ્સ, અને બાયરન જેવા રંગદશી કવિઓની કૃતિઓના અનુકરણ, અનુરણન કે અનુવાદરૂપે તેમણે અનેક કૃતિઓ રચી છે. તેમનાં કાવ્યો પ્રગટ થયાં ત્યારે કલાપી હયાત નહેતા, તેથી કેટલાંક કાવ્યોનાં મૂળ વિશે તેમના કાવ્યસંગ્રહમાં માહિતી મૂકી શકાઈ નહોતી. આને લીધે કલાપીને માથે અપહરણને દોષ મુકાયો હતો. પણ કલાપી સ્વભાવે એટલા સરળ, નમ્ર અને નિખાલસ હતા કે નાનામાં નાનો ઋણસ્વીકાર કરવો પણ એ ચૂકતા નહિ. તેમને કવિની કીર્તિની ખેવના નહોતી. કાવ્યરચના તેમને માટે સર્જન કરતાં હૃદયના ઊમિભારના વિસર્જનરૂપે વિશેષ હતી. આથી તો, તેમાં કળાની સફાઈ ઓછી છે. વળી રૂદનપ્રેમ, વિશાદને અતિરેક અને પિચટ ઊર્મિલતાના દેશોથી પણ કલાપીની કવિતા મુક્ત નથી. તેમ છતાં, અર્વાચીન ગુજરાતી કવિતાને રંગદર્શી ઝેક આપવામાં ન્હાનાલાલ સિવાય બીજે કઈ કવિ કલાપીથી ચડે તેમ નથી. સંકુચિત આત્મલક્ષી સંવેદનમાં વિહરતે હેવા છતાં “ કલાપીનો કેકારવ : છેલ્લાં પચાસ વર્ષથી જુવાન વાચકસમુદાયને પ્રિય ગ્રંથ બની રહેલ છે.
કલાપી પ્રાસાદિક ગદ્યકાર પણ હતા. કવિતાની માફક તેમને વિપુલ પત્રસમૂહ પણ કલાપીના વ્યક્તિત્વને સુંદર રીતે ઝીલે છે. તેમણે પત્રોમાં હૃદય રેડીને કાવ્યસહજ ઉત્કટતા આણી છે. મિત્રો, સ્નેહીઓ, કારભારીઓ, પત્નીઓ, અને સામાન્ય પરિચિત-સૌના તરફ સહજભાવે સ્નેહ અને સૌજન્યને એકધારો પ્રવાહ તેમણે પત્રોમાં વહાવ્યો છે. કલાપીની અપ્રાપ્ત આત્મકથાની ખોટ પૂરતા આ પત્રો તેમની સામગ્રી તેમજ શૈલીને કારણે ગુજરાતી સાહિત્યમાં ચિરંજીવ સ્થાન પામ્યા છે.
* કલાપીની જુદી જુદી કૃતિઓનાં મૂળ વિશે વિગતવાર માહિતી માટે જુઓ શ્રી નવલરામ જ. ત્રિવેદીકૃત “કલાપી”, પ્રકરણ ૮.