Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ઈન્દ્રવદન ઉમિયાશંકર વસાવડો રાષ્ટ્રભાષા અને માતૃભાષાની એકી સાથે સેવા કરનાર આ વાર્તાલેખકને જન્મ ઈ. સ૧૯૧૨ ની ૨૩ મી નવેમ્બરે જૂનાગઢમાં થયેલો. તેમના પિતાનું નામ ઉમિયાશંકર મૂળશંકર વસાવડા અને માતાનું નામ સવિતાદેવી છે. જ્ઞાતિએ તેઓ નાગર છે. તેમનું લગ્ન ઈ. સ૧૯૩૪ માં શ્રી. સુકીર્તિદેવી સાથે થયેલું છે.
પિતાની કરી કોટા સ્ટેટ (રજપૂતાના)માં હોવાથી તેમનું બાલપણું હિંદી ભાષાં બેલતા પ્રદેશમાં વીતેલું. પ્રાથમિક પૂરી અને માધ્યમિક ત્રણ ધોરણ સુધીની કેળવણું તેમણે ત્યાં લીધી હતી. માધ્યમિક ઉપલાં ધોરણેને અભ્યાસ તેમણે અનુક્રમે વડોદરા, મુંબઈ અને જૂનાગઢમાં કર્યો હતા. તેમણે . સ. ૧૯૨૮ માં જૂનાગઢમાંથી મેટ્રિકની પરીક્ષા હાઈસ્કૂલમાં પ્રથમ નંબરે પાસ કરીને રાણા શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. ઇ. સ. ૧૯૭૨માં જૂનાગઢની બહાઉદિન કોલેજમાંથી બી. એ. (ઓનર્સ)ની પરીક્ષામાં તેઓ પ્રથમ નંબરે આવ્યા હતા. ઈ. સ. ૧૯૩૫ માં મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાંથી વેદાન્ત મુખ્ય વિષય લઈને તેઓ એમ. એ. થયા હતા અને તે જ વિષયમાં પ્રથમ આવતાં ભાંડારકર પારિતોષિક તેમને મળ્યું હતું. ત્યારબાદ તેમણે મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં થોડેક વખત શિક્ષકગીરી બજાવી હતી. હાલમાં તેઓ વાંસદાની શ્રી. પ્રતાપ હાઈસ્કૂલમાં શિક્ષકનું કામ કરે છે. તેમના પ્રિય અભ્યાસવિષયે વેદાંત અને માનસશાસ્ત્ર છે.
પિતાની ઉદારતા, માતાની વ્યાવહારિકતા, ડિકન્સની નવલકથાઓ અને તેની કચડાયેલાં પ્રત્યેની અનુકંપાવૃત્તિ, ટાગોરની બાલવાર્તાઓ, મેઘાણીની સામાજિક વાર્તાઓ, ગાંધીજીના ૨૧ દિવસોના હરિજન-ઉદ્ધાર માટેના ઉપવાસ, ગામડાં અને લેકજીવનને રખડી રખડીને મેળવેલ અનુભવ અને ઉત્તર હિંદુસ્તાનનું વિશિષ્ટ વાતાવરણ તેમના જીવન તેમજ સાહિત્યને ઘડનારાં મુખ્ય તત્ત્વ છે. આ સર્વ તોએ તેમના જીવનને લાગણી, વિચાર અને દૃષ્ટિ આપ્યાં છે અને તેમના સાહિત્યને વિષય, વર્ણન અને પાત્રોની ભેટ કરી છે.
‘ચિતાના અંગારા” વાંચીને તેમાંની “સદાશિવ ટપાલી' નામની સ્વ. મેઘાણીની નવલિકાનો તેમણે હિંદી ભાષામાં અનુવાદ કરવાને અખતરે કરી જોયે પણ તેમાં એમને સફળતા મળી નહિ. એમની પહેલી મૌલિક