Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થશે અને ગ્રંથકાર ૫ ૧૦
શ્યામજીની તેજીલી કલમના હુમલાને વારંવાર ભોગ બનતાં હતાં. બંગાળના તેમજ મહારાષ્ટ્રના “અરાજકતાવાદી ક્રાન્તિવીરો'ની પ્રવૃત્તિને તેમણે ખુલે ખુલે પુરસ્કાર કર્યો હતો. તેમનાં આ પ્રકારનાં લખાણોએ શ્યામજીને લંડનથી પેરિસ અને છેવટે ત્યાંથી જીનીવા નાસી જવાની ફરજ પાડી હતી. ભારતની આઝાદીના શહીદની યાદમાં શ્યામજીએ ભારતીય વિદ્યાર્થીઓને ઇંગ્લંડમાં અભ્યાસ કરવાની તક પૂરી પાડતી અનેક શિષ્યવૃત્તિઓ ઉદાર હાથે આપી હતી. ઈંગ્લંડમાં હિંદની આઝાદી માટે સૌથી પહેલી વ્યવસ્થિત અને બળશાળી પ્રવૃત્તિ કરનાર શ્યામજી કૃષ્ણ વર્મા હતા. તેમણે ત્યાં હેમ રૂલ સોસાયટી” તથા “ઈન્ડિયા હાઉસ'ની સ્થાપના કરીને ભારતના વિદ્યાર્થીઓ અને મિત્ર-ચાહકોની શક્તિઓને સંગઠિત કરી હતી–જેને લાભ પછીથી સાવરકર જેવા તે વખતના બંડખોર જુવાનોએ સારી પેઠે ઉઠાવ્યો હતે.
સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના આ પ્રખર વિદ્વાનનાં લખાણ અને વ્યાખ્યાનનો મોટો ભાગ ભારતીય પ્રજાના સ્વતંત્ર્ય અને તેને લગતા રાજકારણ વિશે છે. તેમાં રહેલી શ્યામજીની તીક્ષ્ણ બુદ્ધિશક્તિ, અપાર બહુશ્રુતતા અને તેજસ્વી ભાષાશૈલી એ દેશભક્તને સમર્થ લેખક અને ચિંતક તરીકે પણ કીર્તિ અપાવે તેમ છે. શ્યામજીનાં લખાણો “ઈન્ડિયન સેશિયોલોજિસ્ટ” અને તેમના વખતનાં બીજા સામયિકોમાં દટાયેલાં પડેલાં છે. છેલ્લાં પચાસ વર્ષ દરમ્યાન જાગેલી ભારતની રાષ્ટ્રીય અસ્મિતાને વિસ્તૃત અને સુસંકલિત ઈતિહાસ લખનારને દુનિયાભરમાં ભારતના સ્વાતંત્ર્ય-હક્કનો ઉદ્દઘોષ કરનાર આ મહાન ગુજરાતીનાં એ લખાણો જોયા વિના ચાલશે નહિ. - ઈ. સ. ૧૯૩૦માં જીનીવા ખાતે શ્યામજીનું અવસાન થયું હતું.
અભ્યાસ-સામગ્રી 9. Shyamji Krishna Varma : Life and Times of an Indian Revolutionary : by Shri Indulal Yajnik (1950).
૨. “મહાજન-મંડળ', પૃ૦ ૧૯૭. ૩. સત્યવક્તાની ચિત્રાવલિ.