Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-પરિતાવલ ટૂંકા સૂત્ર રૂપે સંસ્કૃત વ્યાકરણ શીખવામાં તેમને રસ પડ્યો ને “જાણે તેમની જ મદદથી ભૂમિતિમાં પણ રસ પડયો!' મેટ્રિકમાં તેમને મુખ્ય શિક્ષક દેરાબજી એદલજી ગીમીએ ઉત્તમ માર્ગદર્શન આપ્યું હતું. ગીમી સાહેબની સૂચનાથી મણિલાલે ઘણું અંગ્રેજી પુસ્તક હાઈસ્કૂલના અભ્યાસ કાળમાં વાંચ્યાં હતાં. ટોડકત “ટુડન્ટસ ગાઈડ' એ વખતે તેમનું પ્રિય પાઠ્યપુસ્તક હતું. એ અને એમના સહાધ્યાયી છગનલાલ હરિલાલ પંડયા ઈ. સ. ૧૮૭૫ માં મેટ્રિકની પરીક્ષામાં બેઠા. તેમણે શિક્ષકના આગ્રહથી મેટ્રિકમાં સંસ્કૃત અછિક વિષય લીધો હતો. પરંતુ, પાછળથી દેશવિદેશમાં સંસ્કૃતના પંડિત તરીકે ખ્યાતિ પામનાર મણિલાલ અને “કાદંબરી'ના સમર્થ અનુવાદક છગનલાલ પંડયા સંસ્કૃતના જ વિષયમાં નાપાસ થવાથી, મેટ્રિકમાં પહેલે વર્ષે નિષ્ફળ ગયા.
પછીને વર્ષે ગીમી સાહેબ બદલાઈ ગયા. વળી તેમને બે માસ સખત . માંદગી આવી, પણ હવે તેમને અભ્યાસની બરાબર લગની લાગી હતી. લઘુકૌમુદી” અને “અમરકોશ' રાત્રે બે વાગે ઊઠીને ગોખીને તેમણે પાકાં કર્યો. અને એમ જાતમહેનત કરીને ૧૮૭૬ ની મેટ્રિકની પરીક્ષામાં તેઓ આખી યુનિવર્સિટીમાં બીજે નંબરે પાસ થયા. તે જ વર્ષે યુનિવર્સિટીમાં શરૂ થયેલી કહાનદાસ મંછારામ શિષ્યવૃત્તિ (માસિક વસ રૂપિયાની) તેમને મળ્યાની સરકારી ગેઝેટમાં જાહેરાત થઈ
: નભુભાઈની ઈચ્છા દીકરાને હવે આગળ ભણાવવાની નહોતી, પણ મણિલાલની મુંબઈની એલિફન્સ્ટન કોલેજમાં દાખલ થવાની ઉત્કટ અભિલાષા હતી. એને માટે શિષ્યવૃત્તિના લાભ આગળ કરીને માંડ માંડ પિતાની અનુમતિ મેળવીને ૧૮૭૭ ના આરંભમાં તેઓ ૧૮ વર્ષની વયે એલિફન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને તેના છાત્રાલયમાં રહેવા લાગ્યા.
સમયપત્રક બનાવીને દરરોજ લગભગ તેર-ચૌદ કલાક વાંચવાને નિયમ મણિલાલે કૅલેજનાં ત્રણ વર્ષ ચીવટપૂર્વક પાળ્યો હતો. તેમની અભ્યાસ-પદ્ધતિ વિશિષ્ટ હતી. તેઓ કોઈ પણ વિષયને હસ્તામલકવત કર્યા વગર છોડતા નહિ. અમુક વિષયનું જ્ઞાન કેઈ એક પુસ્તકમાંથી યંત્રવત ગોખીને મેળવવાને બદલે તેઓ એ વિષયનાં ઘણાં પુસ્તક વાંચીને તે વિષયનું સંપૂર્ણ જ્ઞાન મેળવવાને આગ્રહ હમેશાં રાખતા. આથી, અન્ય વિદ્યાથીઓ કરતાં તેમને શ્રમ ઘણે કરે પડતે, પણ બદલામાં ઊંડા અને સંગીન જ્ઞાનનો લાભ મળતું. બી. એ. માં બુદ્ધિ અને તર્કશક્તિ