Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-સરિતાવલિ વડોદરા રાજ્યના ભાષાંતર ખાતાના અધિકારી તરીકે તેમણે કામ કર્યું હતું; બાકીને બધે વખત મણિલાલે કચ્છ અને વડોદરા જેવાં રાજ્યો, થિયેસેફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ અને કેટલીક વ્યક્તિઓ દ્વારા સોંપાયેલ ગ્રંથ તેમજ પિતાની યોજનાના ગ્રંથ તૈયાર કરવામાં ગાળ્યો હતે. ૧૮૯૮ ના ઓકટોબરની પહેલી તારીખે તેમનું અવસાન થયું તે પળ સુધી તેમણે પિતાનું ઈષ્ટ લેખનકાર્ય છોડયું નહોતું.
ચાળીસ વર્ષમાં જીવન-લીલા સંકેલી લેનાર મણિલાલનું લેખનકાર્ય વિપુલ અને બહુવિધ છે. તેમને કવિતા રચવાનો છંદ બાળાશંકરે લગાવ્યો હતો. દલપતરામ અને નર્મદાશંકર એ બેમાં કે કવિ મોટો એ આ પંદર સત્તર વર્ષના કિશોરની સાહિત્ય-ચર્ચાને વિષય બનતે. મણિલાલે દલપતશૈલીમાં કાવ્ય લખવાની શરૂઆત કરી હતી. ૧૮૭૫માં તેમણે “શિક્ષાશતક' નામને પિતાની આરંભની કૃતિઓનો સંગ્રહ પ્રગટ કરીને બાળાશંકરને અર્પણ કર્યો હતો. કૅલેજ-કાળ દરમ્યાન ભાષા અને છંદ ઉપર તેમણે સરસ હથોટી જમાવી લીધી હતી. કવિતા અને સાહિત્યતવ પરત્વે તેમના વિચારો. મિત્રોમાં વિવેચકના અભિપ્રાય જેટલા વજનદાર લેખાતા. મસ્ત કવિ બાળાશંકરના સંસર્ગો તેમ કેવલાદ્વૈતના મનને તેમને મસ્ત રંગની ગઝલ લખવા પ્રેર્યા હતા. પ્રેમ અને ભક્તિના આત્મલક્ષી અનુભવો પણ તેમનાં અમુક ઉત્કૃષ્ટ ઊર્મિકાવ્યોની પીઠિકા પર રહેલા છે.
તેમણે બે નાટકો લખેલાં છે: “ કાન્તા” અને “નૃસિંહાવતાર.” પહેલું નાટક ૧૮૮૯ના સપ્ટેમ્બરમાં મુંબઈમાં મુંબઈ ગુજરાતી નાટક મંડળીએ ભજવ્યું હતું. બીજું તે તેમણે એ મંડળીને માટે જ ૧૮૯૭માં લખ્યું હતું, જે તેમના અવસાન બાદ ૧૮૯૦ માં મુંબઈમાં ભજવાયું હતું. તે અદ્યાપિ અપ્રગટ છે. ૧૮૮૦ માં તેમણે સંસ્કૃત નાટક “માલતી માધવ'નું અને ૧૮૮૨ માં “ઉત્તરરામચરિત'નું ભાષાંતર કર્યું હતું. “ઉત્તરરામચરિતના ભાષાંતરને ગુજરાતી વિવેચકોએ ઉમળકાભેર સત્કાયું હતું. તે
કવિ નાટકકાર કે વિવેચકના કરતાં ધર્મ-તત્ત્વ-ચિંતક તરીકે મણિલાલ વિશેષ જાણીતા છે. તેમનું કુટુંબ ની પરંપરાના સંસ્કારવાળું હતું. તેમાં ઉછરેલા મણિલાલ પિતાના આગ્રહથી અને શિક્ષકના ઉપદેશથી મેટ્રિક પાસ થયા ત્યાં લગી, ત્રિકાલ સંધ્યા કરતા હતા. કોલેજમાં ગયા પછી તેમને ત્રિકાલ–સંધ્યા છોડવી પડી હતી. પણ કેલેજ છેડયા બાદ,