Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વાય પર દષ્ટિપાત અને “નવરાની નેધ ને લીધે ગણાવવું જોઈએ. એ ચારે સંગ્રહમાં કેટલીક વાર્તાઓ છે, કેટલાક સ્કેચે છે અને કેટલાક લેખ છે. નકીરમાં હાસ્યક્ષમ પ્રસંગોને પારખવાની અને મનુષ્યસ્વભાવને અવલોકવાની દૃષ્ટિ છે; પણ તેમાંના મર્મને ખીલવવાની શક્તિ ઓછી જણાય છે. ચિનુભાઈ પટવાએ “નવોઢા માં હાસ્યરસિક વાર્તાઓને સંગ્રહ આપ્યો છે. આ લેખકમાં નિસર્ગદત્ત વિનોદશક્તિનાં બીજ દેખાય છે. તેમની હાસ્યદૃષ્ટિ વૃત્તિલક્ષી અને પ્રફુલ છે. પ્રસંગના મર્મને તે સચોટતાથી ખીલવી જાણે છે.
આ ઉપરાંત દૈનિક પત્રોમાં અઠવાડિયે એક વાર નાનામોટા બનાવો ઉપર કરેલાં કટાક્ષલખાણોના સંગ્રહ “શાણો’ નામધારી મેધાણીએ “સાંબેલાના સૂરમાં, ફિલસૂફ' તખલ્લુસધારી ચિનુભાઈ પટવાએ “પાનસોપારી માં અને વર્મા-પરમારે “અમથી ડોશીની અવળવાણુ માં આવ્યા છે. તેમાંથી પહેલા ને છેલ્લામાં ટાઢી કટાક્ષકલાનું અને બીજામાં સક્ષમ હાસ્યવૃત્તિનું દર્શન થાય છે.
પ્રવાસ જે ગુજરાતમાં સેંકડો માણસે વેપાર, ધર્મયાત્રા કે સહેલગાહ નિમિત્તે હજાર ગાઉના પ્રવાસે વારંવાર ખેડે છે, તે પ્રાન્તમાં પ્રવાસનું સાહિત્ય કેમ અલ્પ લખાતું હશે? પ્રવાસછવનના વિધવિધ રોમાંચક અનુભવો કે સૃષ્ટિના રમ્ય પ્રદેશ ગુજરાતી ભાઈબહેનની ચેતનાને ધુણાવી નહિ શકતા હોય કે તેમની પાસે તેને અવલકવાની સૌન્દર્યદષ્ટિ કે આલેખવાની શક્તિ નહિ હોય ? આપણું લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકારમાંથી પણ કાકાસાહેબ કે સુંદરમ સિવાયના અન્ય પ્રવાસખીને તરફથી આ ક્ષેત્રમાં કેટલું લગીર મળ્યું છે !
આ દાયકાના પ્રવાસસાહિત્યમાં શ્રી. સુંદરમનું “દક્ષિણાયન ', રા. મુનશીનું “મારી બિનજવાબદાર કહાણી, શ્રી. રવિશંકર રાવળનું “કલાકારની સંસ્કારયાત્રા અને ડો. હરિપ્રસાદ દેસાઈનું “રસદર્શન’ ખાસ નોંધપાત્ર છે. - “દક્ષિણાયન માં સુંદરમની સૌન્દર્યદૃષ્ટિ, સંવેદનશીલતા અને ચિંતનપરાયણતાને આવિષ્કાર જોવા મળે છે, તે મારી બિનજવાબદાર કહાણી'માં મુનશીની ઉત્કટ કલ્પનાશીલતા, જીવનરસ માણતી અનુભવતાઝગી અને રસળતી શૈલી પ્રતીત થાય છે. દક્ષિણાયન માં દક્ષિણની ધાર્મિકતા, સંસ્કારિતા અને શિલ્પકલાને પરિચય કરાવાયો છે, તે “બિનજવાબદાર