Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થથકાર-થાપિતાવલિ. સાહિત્યકાર તરીકે ખ્યાતિ પામ્યા નહતા, એટલે સાહિત્યક્ષેત્રે કઈ નવી પહેલ કરવાને ઈરાદે તેમણે આ લખાણ કર્યું નથી. તેમ છતાં, મહીપતરામે
દુર્ગારામચરિત્ર'માં ઉતારેલે દુર્ગારામને આ આત્મકથાત્મક અહેવાલ વાંચતાં એમાં આત્મકથાની કેટલીક ઉત્તમ ખાસિયત અને શિષ્ટ ગુજરાતી ગદ્યની પ્રારંભ-કેટીની કેટલીક વિશિષ્ટતાઓ નજરે પડયા વિના રહેતી નથી.
આત્મકથા તરીકે દુર્ગારામની. આ રોજનીશીને પહેલે ગુણ તે તેમની સત્યનિષ્ઠા છે. દુર્ગારામ નીડર, નિખાલસ, પ્રમાણિક અને સાચુકલા પુરુષ હતા. તેમના લખાણમાં નહિ મળે અતિશયોક્તિ કે નહિ મળે દંભ. પિતે કરેલી ભૂલને, સ્તુતિનિદાની પરવા કર્યા વિના, તેઓ રોજનીશીમાં નિખાલસપણે નોધે છે. તેમ કરતાં પિતાની એબ ઢાંકવાને કે નબળાઇનો બચાવ કરવાને તેમણે કઈ સ્થળે પ્રયત્ન કર્યો નથી. વિધવાવિવાહના સુધારા અંગે તેમણે લીધેલા પાછા પગલાની હકીકતને કેવળ હકીકત તરીકે તે તટસ્થભાવે રજૂ કરે છે. આમાં મા. ઇ. સભાના તેમ જ સ્વજીવનના અહેવાલને દુર્ગારામ દઢ સત્યપરાયણતાના ગુણને લીધે પૂરેપૂરે પ્રમાણભૂત બનાવે છે. દુર્ગારામે મા. ધ. સભામાં આપેલાં અઠવાડિક વ્યાખ્યાનેને આ શબ્દશઃ અહેવાલ, એકંદરે, શાંત અને સાત્વિક પ્રકૃતિના છતાં ઉદ્દામવાદી વિચારશ્રેણી ધરાવતા, દુર્ગારામની માનસ મૂર્તિને યથાર્થ ઉઠાવ આપે છે. આ અધૂરા અહેવાલ પરથી દુર્ગારામના બાહ્ય જીવનની ઘણું
ડી માહિતી મળે છે. પણ તેમાં નેધ પામેલી સુધારક પ્રવૃત્તિઓ અને ચર્ચાઓ દુર્ગારામના આંતરજીવનને એટલે સ્પષ્ટ પરિચય કરાવે છે કે તેની અપૂર્ણતાની ખોટ તરત વરતાઈ આવતી નથી.
કાળકમે નર્મદ, દલપતરામ કે રણછોડલાલ ગીરધરલાલના કરતાં દુર્ગારામનું ગદ્ય પહેલું આવે છે. એટલું જ નહિ, અર્વાચીન યુગમાં શિષ્ટ ગુજરાતી ગદ્યનું પ્રથમ પહેલું ખેડાણ કરીને તેને સાહિત્યિક છટા પણ સૌથી પહેલી દુર્ગારામે જ આપી ગણાય. કથન, વર્ણન અને મનન એ ત્રણ પિકી પહેલાં બે તવાળું ગદ્ય પ્રાચીન કે મધ્યકાલીન યુગમાંથી જડી આવે, પરંતુ વિચાર-નિરૂપણ કરીને નિબંધ-સ્વરૂપને જન્મ આપનારું ગદ્ય અર્વાચીન યુગમાં શરૂ થયું. એની તેમનો સમય અને તેમનું ગજું જોતાં પ્રશસ્ય ગણાય તેવી પહેલ દુર્ગારામે કરેલી છે. દુર્ગારામની ભાષા તેમના વ્યક્તિત્વના જેવી ખડબચડી છતાં, સરળ, તળપદી અને પારદર્શક