Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર-ભવિતાવલિ હતા. સુરતના અઠવાડિક પત્ર “ગુજરાતમિત્ર'માં છેલ્લાં વર્ષોમાં તેઓ નિયમિત લેખ લખતા હતા. નરસિંહરાવે તેમને “રસિકતાના અમીઝરણું વિનાની શુષ્ક ભૂમિમાનું ઘાસ ચરનાર પ્રાણીને આભાસ ઉત્પન્ન કરનાર તરીકે વર્ણવ્યા છે. પણ દુર્ગારામ છેક શુષ્ક નહોતા. સંગીતશાસ્ત્રનો તેમને ઘણો શૈખ હતે. ૧૮૭૬ માં મંદવાડ વધે તે પછી તેમણે સંન્યાસ ગ્રહણ કર્યો ને ત્રણેક દિવસમાં દેહ છોડે હતે. | દુર્ગારામની દૃષ્ટિ પિતાના જમાનાથી કેટલી આગળ વધેલી અને ક્રાન્તિકારી હતી અને તેમની બુદ્ધિ એ જમાનાના વિદ્વાન ગણાતા લેકના કરતાં પ કેટલી વિચક્ષણ હતી તે તેમણે કરેલી મા. ૭. સભાના કાર્યની નોંધ પરથી સ્પષ્ટ સમજાય છે. રાજા-પ્રજાને સંબંધ કેવો હવે જોઈએ તે વિશે દુર્ગારામ કહે છે :
“સાંભળે રાજાનું રાજ્ય પ્રજાના કલ્યાણને અર્થે છે. પણ તેમ ન કરે ને ઉલટી પ્રજાને પીડા કરે, દરિદ્રી કરે, એક દેશની પ્રજા ઉપર કૃપા રાખીને તેને ધનવાન થવાને ઉદ્યોગ કરે. ને બીજા દેશની પ્રજાને નિર્ધન કરવા ઈચ્છે તો, તેવા રાજાના સામું લડીને ધર્મબુદ્ધિના ચાલનાર રાજાને રાજ્ય સેંપવું જોઈએ. હમારું બોલવું કેવળ અંગ્રેજોને જ વાતે નથી, પૃથ્વી ઉપરના સર્વ રાજાઓને વાસ્તે છે.. ને જે રાજા પોતે જ પ્રજાને દુ:ખ કરવા ઈચ્છે તે પ્રજાએ પોતાના હાથનું બળ રાજાને બતાવવું ને પરમેશ્વરની સહાયતા માગવી."* | દુર્ગારામના આ શબ્દોથી મિતવાદી મહીપતરામ આઘાત અનુભવે છે અને કહે છે કે એ ભાષણ ઈ. સ. ૧૮૪૪ ને બદલે ઈ. સ. ૧૮૭૮ માં દાદુબાએ અને દુર્ગારામે કર્યું હોત તો તેમને તેમના જીવતરને બાકીને ભાગ કાળે પાણીએ ચડી આન્દામાન બેટમાં કાઢ પડત ! એક પરપ્રાન્તીય શાસ્ત્રી સાથે પોતે કરેલી ચર્ચાની નોંધ દુર્ગારામની બુદ્ધિની વિચક્ષણતાને સુંદર દાખલ પૂરો પાડે છે:
વળી મેં પૂછ્યું કે સંસ્કૃત અને પ્રાકૃત એ ભાષામાં શું શું અંતર છે ? ઉત્તર કે સંસ્કૃત ભાષા સર્વ પૃથ્વીમાં પસિદ્ધ છે અને સ્વર્ગ મૃત્યુ પાતાળમાં એ એક જ છે. મેં કહ્યું મૃત્યુ લોકમાં તે શતાંશ સ્થળમાં પણ એ ભાષા નથી પછી સ્વર્ગમાં તો કેણ જાણે, તે સાંભળીને તે વિસ્મય થયો અને તેનું કાંઈક અભિમાન ઓછું થયું એવું મને લાગ્યું”+
* જુઓ “દુર્ગારામચરિત્ર” પૃ. ૧૦૩. + એજન, ૫. ૨૬,