Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
મગનલાલ નરોત્તમદાસ પટેલ “મહાજન-મંડળ'ના કર્તા શ્રી મગનલાલ પટેલને જન્મ વિ. સં. ૧૯૧૫ (સને ૧૮૫૯) ના ફાગણ માસમાં મહીકાંઠા જિલ્લામાં આંબલીરા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નરોત્તમદાસ અને માતાનું નામ સખબાઈ હતું. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. ગામડા ગામમાં ખેતીને ધંધે કરતી આજથી આશરે ૯૦ વરસ પહેલાંની પ્રજા કેળવણીના ફાયદા છે. ક્યાંથી સમજે ? પણ ૧૮૬૮ માં પહેલવહેલી સરકારી ગુજરાતી શાળા તેમના ગામમાં ખૂલી એટલે કૌતુકને ખાતર આંબલી આરાના ખેડૂતોએ પોતાનાં બાળકને નિશાળે ભણવા મોકલ્યાં હતાં. દસ વર્ષના મગનલાલ પણ એ વખતે નિશાળે બેઠા હતા. ઇ. સ. ૧૮૭૬ માં ગુજરાતી છઠ્ઠા ધોરણની પરીક્ષા તેમણે પસાર કરી હતી.
એથી વિશેષ અભ્યાસની ગામડામાં સગવડ નહોતી અને પુત્રને શહેરમાં ભણવા મોકલવા જેટલી મગનલાલના પિતાની શક્તિ નહોતી. તેથી અંગ્રેજી ભણવાની ઘણી હોંશ હોવા છતાં તેમને અભ્યાસ છોડ પડે. તેમણે ગામની શાળામાં મૅનિટર તરીકે માસિક એક રૂપિયાના પગારથી નોકરી શરૂ કરી. આ વખતમાં તેમના વિદ્યાગુરુ સદાશિવરાવ અનંતરાવ અને તેમના સહાધ્યાયી પીતાંબરદાસ શંભુરામના સંસર્ગથી મગનલાલને વાચનને શૈખ લાગે. પુનઃ તેમને અંગ્રેજી ભણવાની ઈચ્છા જાગી અને પિતાની અનુમતિ મેળવીને તેઓ ૧૮૭૮ માં અમદાવાદ આવીને અંગ્રેજી શાળામાં દાખલ થયા. પણ થોડા જ વખતમાં માંદા પડતાં ઘેર પાછા આવવું પડયું. ફરીથી તેઓ સરકારી કેળવણી ખાતામાં શિક્ષક થયા. મહીકાંઠા અને બાવીશી જિલ્લાનાં જુદાં જુદાં ગામોમાં બે વરસ કરી કર્યા બાદ તેમણે માલપુર દરબારમાં કારકૂનની જગ્યા મેળવી.
આ બધો વખત મગનલાલના મનમાં અંગ્રેજી ભણવાની લગની હતી જ. આખરે એક દિવસ એ હેતુ બર આણવા માટે તેઓ છાનામાના પૂના ન્યાસી ગયા અને ત્યાં ખૂબ કષ્ટ વેઠીને અંગ્રેજીનો કામ પૂરતે અભ્યાસ કર્યો.
શ્રી મગનલાલને મૂળથી જ મહાપુરુષોનાં જીવનચરિત્ર વાંચવાનો શોખ હતો. પૂનાથી મુંબઈ આવીને તેઓ તેમના મિત્ર દોલતચંદ પુરુષોત્તમદાસ બરડીયાને ત્યાં રહ્યા હતા ત્યાં તેઓ તે વખતના લોકપ્રસિદ્ધ કરો
૧૦