Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થથ અને ગ્રંથકાર પુ૧૦ થતા. દરેક સભાના કાર્યને હેવાલ દુર્ગારામ પિતાની રોજનીશીમાં ટપકાવતા હતા. મા. ધ. સભાના કાર્ય વિશે તે વખતે કેટલાક અજ્ઞાની હિન્દુઓને એવો સંદેહ હતો કે “એ મંડળીવાળા લેકોને અંગ્રેજને ધર્મ વધારવાને વિચાર છે.” ખ્રિસ્તી ધર્મની અસરથી હિન્દુ ધર્મનાં છિદ્ર ઉઘાડાં થયાં હતાં, તેથી દુર્ગારામને સ્વધર્મને ત્યાગ કરવો નહોતે પણ તેને સુધારા હતા. આથી જ બામણિયા ધરમની ટીકા કરનાર દાદબાના દષ્ટિબિન્દુને આશ્ચર્યચકિત શિક્ષકે સમક્ષ સમજાવતાં દુર્ગારામે કહ્યું હતું: “તમે એમ ન સમજશો કે કોઈ બીજા અભિમાની ધરમમાં જવું એ મારું મત છે, પણ એટલું તે ખરું કે આપણું ધરમની સ્થિતિ બદલવી જોઈએ.'દુર્ગારામે આ ધર્મ-સુધારણાનું કાર્ય કોઈ પણ પરંપરાને અનુસર્યા વગર, સ્વતંત્ર બુદ્ધિએ વિચાર કરીને કર્યું હતું. તેમણે પોતાના ધર્મને માનવ ધર્મ કહ્યો છે. “મનુષ્ય જાતિનું એક કુટુંબ છે,' “માણસ માત્ર ઉપર પ્રીતિ રાખે', “સર્વ ધર્મના સાક્ષી થઈ વર્તે,” “જ્ઞાતિભેદ જઠે છે અને હરાઈ માણસનું પાણી પીવામાં ને રાંધેલું ખાવામાં વટાળ નથી તથા કોઈને અડકવાથી અભડાતા નથી” એ તેમનાં મુખ્ય ઉપદેશવચને છે. કર્મકાંડ, મૂર્તિપૂજા, અવતાર અને જડવાદના તેઓ કટ્ટર વિરોધી હતા. જીવ, જગત અને બ્રહ્મ વિશેને તેમને તસિદ્ધાંત ઘણે અંશે શંકરાચાર્યના કેવલાદ્વૈતને અનુસરે છે.
સને ૧૮૫રમાં દુર્ગારામની બદલી સૂરતથી રાજકોટ સબ-ડેપ્યુટી એજયુકેશનલ ઇન્સ્પેકટર તરીકે થઈ એટલે માનવ ધર્મ સભા વિખેરાઈ ગઈ. દુર્ગારામે સૌરાષ્ટ્રમાં પણ શિક્ષણકાર્ય ઉપરાંત જ્ઞાન અને સુધારાનો બોધ આપીને ખ્યાતિ મેળવી હતી. ચાર વર્ષ પછી સૌરાષ્ટ્રના કેળવણી ખાતાના ઈન્સ્પેકટર તરીકે તેમની નિમણૂંક થઈ. ઈ. સ. ૧૮૬૦માં તેઓ સાડીસાડત્રીસ રૂપિયાનું નિવૃત્તિ-વેતન લઈને સૂરત આવ્યા. નિવૃત્તિ-કાળ દરમિયાન તેઓ સુરતમાં ન્યાય કચેરીના એસેસર તરીકે, સુધરાઈના સભ્ય તરીકેને અનેક ઝઘડાઓમાં લવાદ તરીકે કામ કરીને સમાજસેવા કરતા હતા. વિલાયત જઈ આવેલા મહીપતરામને તેમણે ઘેર જમવા તેડાવ્યા હતા તેને લીધે તેમના કુટુંબને બાર વરસ ન્યાત બહાર રહેવું પડ્યું હતું, પણ તેથી દુર્ગારામ હિંમત હાર્યા નહતા. વળી પ્રજાને અવાજ પૂરતા વજન સાથે સરકારને સંભળાવવા માટે તેમણે “સૂરત પ્રજા સમાજ” નામની મંડળીની સ્થાપના કરાવી હતી. તેનું દફતર પણ દુર્ગારામ રાખતા