Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
७२
ગ્રંથ અને ગ્રંથકાર પુ॰૧૦
"
મેાદી ), · કેટલાક હસ્તલિખિત ફારસી ગ્રંથ ’ ( દી. ખ. ઝવેરી ), ‘ ગુજ. રાતના ઇતિહાસમાં કચ્છનું સ્થાન ' ( રામસિહજી રાઠોડ ) અને ડૉ. સાલેતારના બે અંગ્રેજી લેખાને લીધે મહત્ત્વના ગણુવા જોઇએ.
સમાજિવદ્યા
(અર્થકારણ, રાજકારણ ઇત્યાદિ)
દાહેાદ તે ઝાલાદ તાલુકામાં સવા લાખની સંખ્યામાં વસતા ભીલેાનાં રૂપ, ગુણ, સ્વભાવ, રહેઠાણુ, ભાષા, ધધા, પહેરવેંશ, અલ'કાર, જન્મ મરણ ને લગ્નની વિધિઓ, ખારાક, રહેણીકરણી, જમણવાર, ધમ, વહેમા, તહેવારો તે ઉત્સવા વિશે જાતઅનુભવ અને અવલેાકનને આધારે ભીલ સેવામ`ડળના આજીવન સભ્ય રા. પાંડુરંગ વણીકરે સમાજશાસ્ત્રના અભ્યાસીએને ઉપયાગની પુષ્કળ સામગ્રી ‘ગુજરાતના પ'ચમહાલ જિલ્લાના ભીલેા 'માં રજૂ કરી છે. તેનાં છેલ્લાં પાણાસે પાનાંમાં ભોલેનાં લગ્નગીતા, શૌય ગીતા, ગરખાલ ડાળ, કહેવતા, અટકા ને ભિલાડી રામાયણ આપ્યાં છે. ગુજરાતના પૂર્વી સીમાડા ઉપર વસતી આ આદિ પ્રજાની તપાસ નૃવ વિદ્યાની અને માનવિજ્ઞાનની દૃષ્ટિએ પણ થઈ હાત તેા પુસ્તકની ઉપયેાગિતા ઍર વધત. પણુ સમાજશાસ્ત્ર અને ભાષાશાસ્ત્રના રસિયાઓની પુસ્તક દ્વારા સેવા થઈ છે, તે અલ્પ નથી. ગુજરાતી સાહિત્યના પ્રદેશમાં સ. ૧૯૭૧માં પ્રગટ થયેલ * ભીન્નેનાં ગીત ' પછીના એ પ્રજા સબંધી આ ખીજો નોંધપાત્ર ગ્રંથ છે.
શ્રી. રમણલાલ વ. દેસાઇએ ગણિકાવૃત્તિ અને તેની સંસ્થાઓ વિશેને ગૃહન્નિબંધ ‘અપ્સરા’ ચાર ખ`ડમાં પ્રગટ કર્યાં છે. માનવજાતિને માથે કલ`કરૂપ ગણાય તેવી હજી એ પ્રવૃત્તિએ વિશ્વમાં ચાલુ છે: યુદ્ધ અને ગણિકા. વૈજ્ઞાનિક દૃષ્ટિએ નહિ તેટલી ઐતિહાસિક અને સામાજિક દૃષ્ટિએ વેશ્યાસસ્થાને ઊગમ, ગણિકાવૃત્તિના ફેલાવા, તેનાથી ઉપજતાં ગુહ્ય દર્દી, સ્ત્રીની ગુલામી અને તેની દલાલી, યુદ્ધની તેના પર પડતી અસર, ગણિકાવૃત્તિનું કાયદા દ્વારા નિયંત્રણ અને રશિયા, અમેરિકા, હિંદ, યુરેાપ અને એશિયાની ગણિકાસંસ્થાઓ સબધી વિસ્તારથી, અકડાએ સહિત, તેમણે માહિતી આપી છે તે ચિકિત્સા કરી છે. ઇતિહાસ અને સાહિત્યમાંથી અનેક દૃષ્ટાંતા આપીતે તેમણે વિષયચર્ચાને રસિક બનાવી છે. લેખકની કૌતુલિક પયે - ણકતા, કથનની સરસતા, દૃષ્ટિની સગ્રાહિતા અને સુરુચિના ધારણની
+