Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫. ૧૦ ધીમે ધીમે સુધારાને સાર સમજાવવાનું વલણ હતું. તેથી એ જુનવાણી ગણાયા ને નર્મદની ઉદ્ધતાઈ અને સાહસિકતા પ્રાગતિકતામાં ખપી !
ગારરસ દલપતરામને વજર્યું હતું તે એટલે સુધી કે ઊગતી વયમાં લખેલી શામળશૈલીની સ્ત્રી-ચતુરાઈની વાતને તેમણે “સત્સંગ'માં ભળ્યા પછી બાળી નાંખી હતી. આમ, સભારંજની ચતુરાઈ અને બોધપરાયણતાએ દલપતરામને તેમના જમાનામાં સર્વોપરિ પ્રસિદ્ધિ અપાવી છે તે જ . ગુણો સાહિત્યના ઇતિહાસમાં તેમની ઉપેક્ષાના નિમિત્તરૂપ પણ બન્યા. - દલપતરામની કવિતાને માટે ગુણ તેનું આકાર-સૌષ્ઠવ છે. ભાષાની સફાઈ અને છંદની શુદ્ધિ તેમના જેટલી બીજા કોઈ કવિમાં જવલ્લે જ જોવા મળશે. પિંગળ અને અલંકારશાસ્ત્ર તેમને હસ્તામલકત હતાં. દલપતપિંગળ' ૧૮૫૫માં “બુદ્ધિપ્રકાશ'માં પ્રગટ થયું ત્યારથી આજ સુધી કાવ્યલેખન અને કાવ્યશાસ્ત્રને અભ્યાસ ઈચછનારની પ્રવેશ–પોથી બની રહેલ છે.* છંદ અને પ્રાસની ચતુરાઈભરી રમત એ દલપતરામની કવિતાને બહુ જાણીતે ચમત્કાર છે. તેમણે છ ઉપરાંત ગરબીના ઢાળમાં પણ સૌથી વધારે સુગેય પદ્યો રચ્યાં છે. લગ્નનાં ધોળ અને ગરબીની તેમની રચનાઓ ખૂબ જોકપ્રિય નીવડી હતી. (તેની ટીકારૂપે “ગરબીભટ્ટ'નું ઉપનામ પણ તેમને મળ્યું હતું.) આમ, દલપતરામની કવિતાનું પદ્ય સ્વરૂપ-પછી તે છંદોબદ્ધ હોય કે દેશી ઢાળમાં હેય-હમેશાં સ્વચ્છ અને સુઘડ આકૃતિવાળું રહ્યું છે.
તેમની મોટા ભાગની કવિતા બાહ્ય પ્રસંગ કે સંગને અનુલક્ષીને રચાયેલી હોવાથી તેમાં સમકાલીન જમાનાનું પ્રતિબિબ ઝિલાયું છે. “વેનચરિત્ર' અને “હુન્નરખાનની ચઢાઈ” તેનાં ઉત્તમ ઉદાહરણો છે. આ બેધલક્ષી કવિતા આજના કાવ્યધોરણે કલાતત્ત્વ વિનાની લાગે; પણ તેમાં શુષ્કતા નથી. કવિએ તેમાં જનસ્વભાવનું ઊંડું અવલોકન કરીને મીઠી અને મર્માળી કાવ્યબાનીમાં વાચકના હૃદયને સ્પર્શ કરવાને કીમિયે અખત્યાર કરી બતાવ્યું. છે. વીરનો ગાયક નર્મદ છે તે હાસ્યનો દલપત છે. વીરમાં નર્મદ જેટલી વિવિધતા ને રસવત્તા સાધી શકે નથી તેટલી દલપત હાસ્યમાં સાધી શક્યો છે તે એને વિપુલ કાવ્યજ બારીકીથી વાંચનારને સમજાયા વગર નહિ રહે. વર્ણનાત્મક કાવ્યોમાં નર્મદના કરતાં દલપત પ્રસંગચિત્ર, પાત્રાલેખન
• આજ સુધીમાં એની ૯૧૦૦૦ નકલે ખપી છે.