Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકાર સરિતાવિલ
પ
ઈ. સ. ૧૮૪૯ ના એપ્રિલની ૪થીએ ફોર્બ્સે વમાન' નામનુ ગુજરાતનું પહેલું અઠવાડિક પત્ર શરૂ કર્યું. તે દર બુધવારે પ્રગટ થતું હાવાથી લાકા તેને અને પછી તા દરેક વમાનપત્રને બુધવારિયું કહેવા લાગ્યા. ઈ. સ. ૧૮૫૦ ના એપ્રિલની ૧૫મી તારીખે ફોર્બ્સની બદલી સૂરતના આસિ. જજ તથા સેશન્સ જજ તરીકે થઈ. ત્યાં તેમણે ‘સૂરત સમાચાર' કઢાવ્યું. ઉપરાંત એક ‘સૂરત અષ્ટાવિ'શી સેાસાયટી' ઊભી કરીને ફૉર્બ્સે પોતે તેના મ ંત્રી થયા. એમના પ્રયત્નથી ૧૮૧૦ માં ત્યાં એન્ડ્રુસ લાઇબ્રેરી'ની પણ સ્થાપના થઈ. આ વખતે શહેર સુધરાઈના ધારા સૂરતમાં દાખલ કરવાના હતા. તે ધારા અંગે લેાકમત કેળવવાનું કામ ફ્રૉબ્સતે સરકારે સાંપ્યું. કવિ દલપતરામ તથા દુર્ગારામ મહેતાજીની સહાયથી ફૅ।સે સૂરતમાં મહેલે મહેલે ફરીને લાકાને એ ધારાની એવી સુંદર સમજૂતી આપી કે સરકારે તેમની કુનેહ અને નિર્ણયષુદ્ધિનાં વખાણ કરીને તેમને ખાસ આભાર માન્યો.
તા. ૧લી મે ૧૮૫૧ના રાજ ફ્રાન્સ અમદાવાદના પહેલા આસિ. કલેકટર અને માજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત થયા. ૧૮૫૨ ના ઑગસ્ટમાં તેમને મહીકાંઠાના પોલિટિકલ એજન્ટનું સ્થાન મળ્યુ. આ વખતે સાદરામાં તેમણે રાજકુમારેાને શિક્ષણ આપવાની શાળા સ્થાપી. પછી પાછા તે ૧૮૫૩ ના જૂનમાં અમદાવાદના અકિટંગ જજ અને સેશન્સ જજ તરીકે આવ્યા. અમદાવાદ આવ્યા પછી પાછી તેમણે હસ્તલિખિત ગ્ર ંથાની શોધ શરૂ કરી. ચંદ કવિતા પૃથુરાજ રાસ' મેળવવા સારુ ફ્રૉબ્સે બહુ જહેમત ઉઠાવી. ગુજરાતના ગામેગામ માણસ મેાકલીને જૂની હાથત્રતાની તેમણે તપાસ કરવા માંડી, પણ વ્ય. રોયલ એશિયાટિક સાસાયટીમાં પણ એ પુસ્તકની અધૂરી પ્રત જ મળે છે. છેવટે મુદીક્રાટાના રાજા પાસે એ પુસ્તક છે એવું સમજાતાં ત્યાંના રેસિડેન્ટની વગ લગાડીને મહાપ્રયત્ને એ પુસ્તક ફ્રાન્સે મંગાવ્યુ`. તેના ૮૦,૦૦૦ જેટલા શ્લેાકાની નકલ કરાવીને તેમણે એ પુસ્તક પેાતાની પાસે રખાવ્યું. તેમના મૃત્યુ બાદ, આ પુસ્તક મુંબઈની ‘ફાÖસ ગુજરાતી સભા'ના પુસ્તકાલયમાં રાખવામાં આવ્યુ' હતું. પાટણના જૈન ભંડારાની મુલાકાતે પશુ ફાર્મ્સ ગયા હતા. જૈન મુનિઓને નમ્ર અને મધુર વચના તથા માનવસ્ત્ર વડે પ્રસન્ન કરીને તેમણે અમદાવાદના ઈતિહાસ ” માં પૃ. ૧૮૭ પર ૧. મગનલાલ વખતચંદ્નકૃત તા. ૨ જી મે આપી છે; પણ દલપતકાવ્ય' ભાગ ૧-માં આ તારીખ આપી છે તે વધુ પ્રમાણભૂત છે.
?
.