Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
મથકાર પિતાવલિ
* શા છપાયેલાં છે. જરદાસની જાન' નામની અપ્રકટ વાર્તાની જાહેરાત પણ જોવામાં આવે છે. એમના ભત્રીજા શ્રી શંકરલાલ દ્વારકાંદાસને ઉદ્દેશીને તેમણે લખેલા છ બોધપત્રો વૈશ્યસભાની પત્રિકામાં પ્રગટ થયા હતા. આ સિવાય રામાયણનું બેધકતત્વ” તથા “આત્મારામની સંસારયાત્રા” નામના બે અધૂરા લેખે પણ જોવા મળે છે. ફાર્બસ સાહેબની સહાયથી દલપતરામે બહાર પાડેલ “ગુજરાત અને કાઠિયાવાડ દેશની વાર્તાઓ' નામના પુસ્તકમાં કેશવલાલે પણ કેટલીક વાર્તાઓ લખી છે. આ ગ્રંથમાં ફરામજી બમનજી નામના ફારસી ગૃહસ્થ અંગ્રેજી ઢબે વાર્તાઓનું સંજન કર્યું છે. એમાં પ્રતીત થતી શુદ્ધ ગુજરાતી ભાષા અને લખનારની વિદ્વત્તા અને રસિકતાનું કારણ સ્વ. ડાહ્યાભાઈ દેરાસરીએ “સાઠીના સાહિત્યમાં એમ કહીને બતાવ્યું છે કે “એમાંની કેટલીક વાત જાણુતા ગુજરાતી લખનાર સ્વ. કેશવલાલ મોતીલાલ વકીલની છે.”
અભ્યાસ-સામગ્રી ૧. જુલાઈ, ૧૯૨૦ના બુદ્ધિપ્રકાશ'માં પ્રકટ થયેલા શ્રી શંકરલાલ દ્વારકાદાસ પરીખને લેખ,
૨. ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઈતિહાસ” વિભાગ બીજો ૩. ડાહ્યાભાઈ દેરાસરી કૃત “સાઠીના સાહિત્યનું દિગદર્શન', ૪. મ. ન. દ્વિવેદી કૃત ‘સુદન ગવાવલિ' પૃ. ૮૯૫, ૯૧૦