Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થકા-ચરિતાલ સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીના પ્રમુખપદે કેશવલાલે બાળલગ્ન વિશે તા. ૨૬ મી મે ૧૮૮૮ ના રોજ ભાષણ આપ્યું હતું. સ્વજ્ઞાતિસુધારણ અર્થે પણ તેમણે અનેક પ્રયાસો કર્યા હતા. પિતાના નાનાભાઈ જેઠાલાલને ૧૮૯૨ માં વિલાયત બેરિસ્ટર થવા મોકલવાની અને જ્ઞાતિના એકડા બહાર કન્યા આપવાની પહેલ કરીને ખડાયતા જ્ઞાતિમાં સુધારાને જાતે અમલ કરીને તેમણે અન્યને અનુસરવાને માર્ગ ખુલ્લે કરી આપ્યો હતો. કન્યાઓને ઉચ્ચ કેળવણી આપવાની અને કુટુંબની પ્રૌઢ સ્ત્રીઓને ઘેર શિક્ષણ આપવાની ગોઠવણ પણ તેમણે કરી હતી.
અમદાવાદ શહેરની અનેક સંસ્થાઓ સાથે સ્વ. કેશવલાલ સંકળાયેલા હતા. એમના જમાનામાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના જનામાં જૂના સભ્ય તરીકે તેઓ માન પામ્યા હતા. ૧૮૮૫ થી ૧૯૦૭ સુધી તેઓ મ્યુનિ. પાલિટીના ઉપપ્રમુખ હતા. સ્કૂલકમિટિના અધ્યક્ષ તરીકે પણ ઘણાં વર્ષ સુધી તેમણે કામ કર્યું હતું. શહેરમાં પાણીના નળ અને ગટર દાખલ કરવામાં કેશવલાલ રા. બ. રણછોડલાલના જમણા હાથરૂપ હતા. ગુજરાત વૈશ્ય સભા'ની સ્થાપના તથા તેના સંચાલનમાં પણ તેમને મુખ્ય હિસ્સે હતા. ઉપરાંત, ગુજરાત સંભા, ગુજરાત સાહિત્ય સભા, ગુજરાત વિદ્યાસભા, પ્રાણીઓ ઉપર ઘાતકીપણું અટકાવનારી મંડળી, જે. એલ. ન્યુ ઇંગ્લિશ સ્કૂલ ઈત્યાદિ સંસ્થાઓના સક્રિય કાર્યવાહક સભ્ય તરીકે પણ તેમણે - અમદાવાદ શહેરની નોંધપાત્ર સેવા બજાવી હતી.
દેશની ઉન્નતિ સારુ સ્વદેશી ઉદ્યોગની ખિલવણીના સ્વ. કેશવલાલ ખાસ હિમાયતી હતા. અમદાવાદમાં એક નવીન ઉદ્યોગ દાખલ કરવાના ઉદ્દેશથી “અમદાવાદ મેટલ ફેકટરી' નામનું એક કારખાનું સને ૧૮૯૩ માં તેમણે સ્થાપ્યું. એમાં યંત્રથી તાંબાપિત્તળનાં વાસણ બનતાં. ૧૮૯૭ સુધી કારખાનાનું કામ ધમધોકાર ચાલ્યું પણ ૧૮૯૮ માં મરકી ફાટી નીકળી અને ૧૮૯૯ માં દુષ્કાળ પડ્યો, તેની અસર કારખાના પર થઈ. તાંબાપિત્તળના ભાવ ગગડી જતાં કારખાનું બંધ કરવાની ફરજ પડી. લગભગ ૧૯૦૨ સુધી આ સ્થિતિ રહી. દરમ્યાન, કારખાનું પ્રયોગશાળા બની ગયું. કઈ ધાતુને ઉદ્યોગ નફાકારક છે એને ખંતપૂર્વક પ્રયોગ કર્યા પછી તેમણે લોખંડને ઉદ્યોગ ખિલવવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે “સ્વદેશી શાળ કંપની' કાઢી. પણ સંજોગવશાત એ કંપનીનું કામ આગળ ચાલી શકયું નહિ. કંપની આપે તે પહેલાં તો સાત જ દિવસની તાવની ટૂંકી બિમારી ભેળવીને કેશવલાલ તા. ૨૬-૧૨-૧૯૦૭ ના રોજ અવસાન