Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦ ૧૦
સાહિત્ય—ભાષા વ્રજ ભાષા હતી. ગુજરાતીમાં ઘેાડાંક જોડકણાં અને કીતના લખ્યા બાદ દલપતરામને વ્રજ ભાષામાં કવિતા લખવાના કાડ જાગ્યા. ગુરુકૃપાથી તેમજ જાતમહેનતને બળે તેમણે ‘ જ્ઞાનચાતુરી ' અને કાવ્યચાતુરી ' નામના એ ગ્ર ંથા વ્રજ ભાષામાં રચ્યા હતા. સ્વામીનારાયણ પંથના તે વખતના આચાય શ્રી અયેાધ્યાપ્રસાદની આજ્ઞાથી વીસ વંના જુવાન દલપતરામે શ્રીજી મહારાજની જુદી જુદી ચેષ્ટાઓ પર વ્રજ ભાષામાં ચમત્કૃતિજનક ઘ્ર કવિતા પણ રચી હતી.
'
પણ હજુ દલપતરામની કવિતાની ખરી પરખ થઈ નહોતી. તેની ખરી કસાટી તેા મૂળીના સમૈયામાં એક ફૂલજી ગઢવી ઉર્ફે કુસુમ કવિની સામે તેમને સોંપ્રદાયવાળા સ્પર્ધામાં ઉતારે છે ત્યારે થાય છે. ફૂલજી કવિને પોતાની કવિત્વશક્તિ વિશે અભિમાન હતું. એક વાર સ્વામીનારાયણના મદિરમાં આવીને તેણે કટાક્ષ કર્યો કે સત્સંગ વિસૂના છે. તેના જવા:રૂપે જન્માષ્ટમીના સમૈયામાં આચાય અયેાધ્યાપ્રસાદના અધ્યક્ષપદે ભરાયેલી બે હજાર સાધુઓની મેદની વચ્ચે દલપતરામને ગઢવીની સામે સંપ્રદાયના કવિ તરીકે ઊભા કરવામાં આવ્યા. ગઢવીએ દલપતરામને અભ્યાસ, ગુરુ આદિ વિશે પૂછ્યા બાદ પ્રશ્ન કર્યાં કૈં આચાર્યજીની કવિતા કરી છે? દલપતરામે કહ્યું: ‘ના; શ્રીજી મહારાજ વિશે કરી છે. ' ત્યારે, ગઢવીએ આચાય. અયેાધ્યાપ્રસાદ વિશે તત્કાળ છપ્પા જોડીને લલકાર્યાં : ઉદધિ ઉર્જાકભર અમિત, અમિત મતિ અવધ ઉદધમે, તિદ્ધિનિધિ મધિ જલતરોંગ, તરંગ મતિતર્ગ અવધમેં; સિન્ધુ મહીં શીશ મેાતી, અનુ અવધ ખચન મુખ, નદી સંગમ નિધિ મિક્ષત, મિલત મુનિમતિ અતિ કરસુખ; નવ પ્રભુત બનત નવરત્નસમ રત્ન રહત જલધિ જ મુર્ત્તિ; કરજોરી કુસુમ કવિ યું કહે, અષ્ટમ ઉદ્ધિ અવધ ! તું હી. છપ્પા એ વાર લલકારીને ગઢવીએ અયે ધ્યાપ્રસાદને કહ્યું : · બાપ, તું તે આઠમા દરિયાવ છે. ' આખી સભા ગઢવીની કવિતાથી પ્રસન્ન થઈ ગઈ. સૌને એમ થયું કે દલપતરામ આની સામે શી રીતે ટકી શકશે ? દલપતરામે શાંતિથી ગઢવીને પૂછ્યું: · આ ક્રિયા અલંકાર, ગઢવી ? ' ગઢવી કરડાકીમાં મેલ્યા : યેા સાંભળેા, ભાઈ એ. આ કહે છે કે હું ‘ભાષાભૂષણ' શીખ્યા છું તે અલ'કારનું તે મને પૂછે છે! એ રૂપકાલ કાર રૂપા. દલપતરામે કહ્યું: ‘ ગઢવી, એ રૂપકાલ’કાર ન હોય, ત્યારે?’ • એ તે વ્યાજસ્તુતિ છે. તમે આચાયજીને આઠમા દરિયાવ કહીને સ્તુતિને
'
*
૪૮
""