Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ખુશાલરાય સારાભાઈ
અમદાવાદના વતની અને જ્ઞાતિએ સાઠેદરા નાગર એવા આ લેખકની જન્મ તારીખ પ્રાપ્ય નથી. અમદાવાદમાં એમના વખતમાં તાછ સ્થપાયેલી ગુજરાત વિદ્યાસભા (એ વખતની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી) એ તે જમાનામાં વિદ્યાબંધનું કાર્ય એક તરફ જેમ શાળાઓ સ્થાપીને કર્યું હતું તેમ બીજી તરફ ઈનામો આપીને, પુસ્તક રચાવીને, સાહિત્ય પ્રત્યે લેકચિ કેળવવાનું કામ કર્યું હતું. વિદ્યાસભાની બીજા પ્રકારની પ્રવૃત્તિઓ અનેક લૅખકને પિતાના લેક સુધારણાના વિચારે પ્રદર્શિત કરવાની તક આપી હતી. ખુશાલરાય સારાભાઈ એમાંના એક હતા.
ર. સા. ભેગીલાલ પ્રાણવલ્લભદાસને તેઓ ગુરુ તરીકે માનતા. સર્વેયર તરીકે તેઓ પંચમહાલ જિલ્લામાં નોકરી કરતા હતા. “ડાકણુ” વિશે તેમણે ઈનામી નિબંધ લખ્યો હતો. ગોધરાની ડાકણે પ્રસિહ હોવાનું મનાય છે. તેમણે જાતે ફરીને તપાસ કરીને ગોધરા વિશેની આ માન્યતાનું કારણ શોધી કાઢીને તેના ખુલાસા પ્રસ્તુત નિબંધમાં આપ્યા છે. વહેમી લોકસમાજમાં ડાકણ વિશે પ્રચલિત બ્રાન્તિ દૂર કરવાને તેમણે સારે પ્રયત્ન કર્યો છે. પિતાના લેખન પાછળને સુધારાને ઉદ્દેશ સમજાવતાં ખુશાલરાય કહે છે કે,
કાકણપણું એ પણ એ વહેમની શાખા છે, એવું મારા શુભેચ્છક ગુએ (રા. સા. ભોગીલાલભાઈએ) મને કહેલું, તે વચન ઉપર મને સંપૂર્ણ આસ્તા હતી; માટે મેં હિંમત રાખીને તપાસ કરવા માંડયો. ત્યારે તો જૂઠું ચાલ્યું છે, એમ માલુમ પડવા માંડયું. તેથી અધિક શોધ કરવા મને હિંમત વધી, ને શોધ કરતાં મારા ગુરુએ કહેલું તે પ્રમાણે મારી ખાતરી થઈ, ત્યારે મારા મનમાં ઘણી દયા ઉત્પન્ન થઈ કે, અરેરે ! બિચારી નિરઅપરાધી અને માથે નાદાન લોકેએ પ્રાચીન કાળથી " કે અઘટિત દોષ લાગુ કર્યો છે, ને તેથી તેમને તથા બીજા લેકોને કેટલું બધું દુઃખ છે? ને તે દુ:ખ દુર કરવા મારી શક્તિ તે પહોંચી નથી; પણ જેવું હું સમજ્યો તેવું ઘણું લેકેના સમજ્યામાં આવે તો, એ વહેમ ધીરે ધીરે કમી થતો જાય ને આગળ ઊપર કઈ વખતે પણ
૧ રુ, વ. સે.
ઈતિહાસ, વિ. ૧, પૃ. ૬૩,