Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧ અને ગ્રંથકાર : ૧૦ તેમણે “આર્યધર્મપ્રકાશ માં પ્રકટ કર્યા હતાં. સ્ત્રીશિક્ષણ અર્થે “અનસયાભ્યદય ભગવતીભાગ્યોદય “સાવિત્રીચરિત્ર' અને “ચંદ્રપ્રભાચરિત્રનાં ભાષાંતરો પણ તેમણે ક્યાં હતાં. આ બધાં ભાષાંતરે પાછળથી ગ્રંથાકારે પ્રગટ થયાનું તેમના ચરિત્રકાર સ્વ. પ્રભાશંકર પટ્ટણી કહે છે, પરંતુ તેમાનું એકે અત્યારે પ્રાપ્ય નથી.
આમ, વેદધર્મસભા” તથા “આર્યધર્મપ્રકાશ દ્વારા કેશવલાલભાઈએ ગુજરાતી સમાજને ધર્મશિક્ષણ આપવાનું કાર્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું હતું. પરંતુ તેમની સૌથી મોટી સેવા તે ગુજરાતી સમાજને ઉપર્યુક્ત નિમિત્તે આપેલી કવિતા છે. અર્વાચીન યુગની પ્રથમ પેઢીના ગુજરાતી કવિઓમાં તેમનું સ્થાન છે. ઈશ્વરભક્તિ તેમના વ્યક્તિત્વને સૌથી આગળ પડતું અંશ છે. તેથી તેમની કવિતાને પ્રાણ પણ ભક્તિ જ છે. ઈશ્વરપરાયણ દષ્ટિએ જગતનું બાહ્ય તેમજ આધ્યાત્મિક અવલોકન કરીને તેમાંથી મળતા અનુભવ ઘણીવાર બોધરૂપે પિતાને તેમજ પોતાના મનુષ્યબંધુને ઉદ્દેશીને તેઓ ગાય છે.
કેશવલાલભાઈનાં કાવ્યો મુખ્યત્વે વૈરાગ્ય, ઈશ્વરસ્તુતિ, આધ્યાત્મિક વિચાર, વ્યવહારબોધક અને સ્ત્રીઓનો પગી એમ પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યાં છે. લગભગ ૫૦૦ પાનાંના એમના દળદાર કાવ્યસંગ્રહમાં કવિહૃદયની આદ્રતા, સહૃદયતા અને ઉચ્ચગામિતા પ્રતીત થયા વિના રહેતી નથી. “દલપતરીતિની સફાઈ તથા અર્થચાતુર્ય એમનાં કાવ્યોમાં સર્વત્ર જોવા મળે છે.” વર્ણમાધુર્ય અને અર્થસૌન્દર્યને મેળ તેમની કવિતામાં અનાયાસે સધાયેલો જોવા મળે છે. સાદી અને તળપદી ભાષાને ઉપયોગ કાવ્યને સચોટ અને સુગ્રાહ્ય બનાવે છે. અર્વાચીન ગુજરાતી કવિતાને સુંદર પદસ્વરૂપનાં ભજને આપનાર ભોળાનાથ સારાભાઈ, હરિ હર્ષદ ધ્રુવ આદિ કવિઓ સાથે કેશવલાલ હરિરામનું સ્થાન નિશ્ચિત છે.
તિઓ પ્રકાર પ્રકાશન સાવ પ્રકાશક મૌશિકે અનુવાદ કેશવકૃતિ
પ્રભાશંકર મૌલિક (બીજી આવૃત્તિ) ૪. પટ્ટણી
અભ્યાસ-સામગ્રી ૧. “કેશવકૃતિનો પુરાલેખઃ સ્વ. પ્રભાશંકર પટ્ટણીલિખિત કેશવલાલનું જીવનચરિત્ર.
(બીજી આવૃત્તિ) ૨. “સુંદરમ' : "અર્વાચીન કવિતા', પૃ. ૬૯-૭૦
૧ જુઓ શિવકતિ : (બી. આઇ.), પુરાલેખ, ૫૦ ૨૭
કાયસંગ્રહ
૧૯૭૯