Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
શથકારચરિતાવલિ જાહેર કરવાની પદ્ધતિ રવીકારી. ૧૮૭૮ માં કેશવલાલે મેટ્રિકની પરીક્ષા પસાર કરી અને ત્યાર પછી ત્રીજે જ મહિને વકીલની પરીક્ષામાં પણ તેઓ ઉત્તીર્ણ થયા. તરત જ (૧૮૭૮ ના માર્ચની ૧૨ મી તારીખે) તેમણે અમદાવાદ અને ખેડા જિલ્લામાં વકીલાત કરવાની સનદ મેળવી.
કેશવલાલે અમદાવાદમાં વકીલાતની શરૂઆત કરી ત્યારે તેમના પિતાની હારના કેટલાક અગ્રગણ્ય વકીલો એ ધંધામાં પ્રતિષ્ઠા જમાવીને બેઠા હતા. નાની ઉંમર, દૂબળું શરીર, અને ઠીંગણ કદને કારણે છોકરા જેવા લાગતા કેશવલાલે હિંમત અને શ્રદ્ધાપૂર્વક ધંધાની શરૂઆત કરી. વખત જતાં કેશવલાલ બાહોશ, પ્રમાણિક અને ખંતીલા વકીલ તરીકે દેશી તેમજ પરદેશી ન્યાયાધીશે આગળ પ્રતિષ્ઠા પામ્યા. અમદાવાદના વકીલમંડળમાં પણ તેઓ થોડા વખતમાં જ સૌનાં માન અને પ્રીતિને પાત્ર બન્યા.
કેશવલાલભાઈને સાહિત્યને શેખ નાનપણથી હતું. વિદ્યાર્થીકાળ દરમ્યાન લેખક તરીકે સ્વતંત્ર ધંધો કરવાને તરંગ તેમને આવેલે તેને ઉલ્લેખ પાછળ આવી ગયો. એ વખતે મિત્રોને ઉદ્દેશીને તેમજ અન્ય નિમિત્તે અને છૂટક લેખે, કવિતા અને ગદ્ય-પદ્યાત્મક પત્ર તેમણે લખ્યાં હતાં. મેટ્રિક્યુલેશન સુધીમાં તેમણે રચેલી કૃતિઓ પૈકી ત્રણ ખાસ ધ્યાનપાત્ર છેઃ (૧) “કેઘડાસંગ્રહ' (સં. ૧૯૨૬): જેમાં ગૂંચવણ ભરેલા, સલમબુદ્ધિએ વિચાર કરતાં રમૂજ ઉપજાવે તેવા ગણિતના મૌખિક દાખલા અને સગાઈના અટપટા પ્રશ્નોવાળા ઉખાણ છે. (૨) ટૂંટિયું” નામે નાનકડું ગુજરાતમાં તે વખતે ફેલાયેલા ટૂંટિયાના રોગથી થયેલ હાનિનું વર્ણન કરતું દલપતશૈલીનું કાવ્ય (સં. ૧૯૨૮). (૩) “કજોડા-દુઃખદર્શક નાટક” તેમાં બાળલગ્ન અને કજોડાથી નીવડતા દુઃખદાયી સંસારજીવનનું ચિત્ર છે.
વકીલાતના ધંધામાં પડ્યા પછી પણ તેમની લેખન-પ્રવૃત્તિ ચાલું રહી હતી. સને ૧૮૮૨ માં સંસારસુધારાની ભાવનાથી પ્રેરાઈને તેમણે બુદ્ધિ અને રૂઢિની કથા” રચી. તેમાં યોજેલ રૂપકગ્રંથિ, વર્ણને અને અત્યન્ત રૂઢ, સરળ અને બહુધા શુદ્ધ અને રસભરી ભાષાની સ્વનવલરામ પંડ્યાએ સારી પ્રશંસા કરી હતી.
ઈ. સ. ૧૮૮૨ના મે માસમાં ભારતને સ્થાનિક સ્વરાજ્યને અધિકાર મજે તે પ્રસંગે ગુજરાત વિદ્યાસભાએ (ગુ. વ. સે.) “સ્થાનિક સ્વરાજ્ય વિશે ઈનામી નિબંધ લખાવેલા તેમાં કેશવલાલને નિબંધ સર્વશ્રેષ્ઠ જાહેર થતાં રૂ. ૨૦૦) નું ઈનામ તેમને મળ્યું હતું. એ નિબંધ ગુ. વિ. સ.