Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
કેશવલાલ મોતીલાલ પરીખ સ્વ. કેશવલાલ પરીખને જન્મ વિ. સં. ૧૯૦૯ ના શ્રાવણ સુદ ૭ બુધવારના રોજ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ તેમના વતન કઠલાલમાં વિશા ખડાયતા વણિક જ્ઞાતિમાં થયો હતો. પિતાનું નામ મોતીલાલ મૂળજીભાઈ અને માતાનું નામ નવલબહેન. મોતીલાલ પરીખે અમદાવાદ જિલ્લામાં તેમની જ્ઞાતિમાં સૌથી પ્રથમ (૧૮૫ર ના એપ્રિલની ૭ મી તારીખે વકીલાત કરવાની સનદ મેળવી હતી, તેમના સૌથી નાના ભાઈ ઈશ્વરદાસ પણ વકીલ થયા અને તેમના ત્રણે દીકરા–કેશવલાલ, દ્વારકાંદાસ અને જેઠાલાલ–વકીલ થયા એટલે તેમનું કુટુંબ વકીલની અટક પણુ પામ્યું હતું. કેશવલાલનું લગ્ન સં. ૧૯૨૧ ની સાલમાં ફક્ત બાર વર્ષની ઉમરે જડાવબહેન સાથે થયું હતું. બે વર્ષના બાળકના મૃત્યુના આઘાતથી તેમનાં પત્નીનું અવસાન થયું. તેમનાં બીજાં પત્નીનું નામ દીવાળીબહેન હતું.
ધૂળી નિશાળથી શરૂ કરીને કેશવલાલે કઠલાલમાં જ સાત ગુજરાતી અને અંગ્રેજી બીજા ધોરણ સુધી અભ્યાસ કર્યો. પછી આગળ ભણવા સારુ અમદાવાદમાં પિતાનાં ફેઈને ત્યાં રહ્યા. પણ ફેઈ સાથે એકવાર ચડભડવાનું થતાં કેશવલાલે ભૂંગળીની પિળમાં જુદુ મકાન રાખ્યું. હાથે રસોઈ કરીને તેઓ ખાડિયા મિલ્ક સ્કૂલમાં નિયમિત ભણવા જતા. ત્રણ ચાર વર્ષ આમ ચાલ્યું હશે. એટલામાં તેમના પિતરાઈ ભાઈ ચૂનીલાલને તથા કેશવલાલને લેખકનો સ્વતંત્ર ધંધે આદરી આપબળથી નામના કાઢવાની લાલસા થઈ આવી. એટલે સં. ૧૯૨૮ ના કારતક શુદ ૮ ના રોજ બન્ને ભાઈઓ અને એક ત્રીજા મિત્ર (મોહનલાલ દલપતરામ કવિ) અમદાવાદથી મુંબઈ ગયા. પણ ત્યાં તબિયત બગડવાથી કેશવલાલ તથા ચૂનીલાલને તરત અમદાવાદ પાછા આવવું પડયું. આ સાહસની સજારૂપે વડીલેએ બન્નેને ઘેર બેલાવી લીધા. કેશવલાલ ઘેર કાયદાનાં પુસ્તક વાંચીને વકીલની પરીક્ષામાં બેઠા પણ નાપાસ થયા. એટલે ફરીથી અમદાવાદની સરકારી હાઈસ્કૂલમાં દાખલ થઈને તેમણે અભ્યાસમાં ચિત્ત પરેવ્યું. ઈ. સ. ૧૮૭૭માં તેઓ મેટ્રિક્યુલેશન પરીક્ષામાં બેઠા. પણ તેમાં યે નિષ્ફળ ગયા. વર્ગમાં પહેલો નંબર રાખનાર કેશવલાલ નાપાસ થયા તેથી તેમના શિક્ષકને ખૂબ દુઃખ થયું. આ અંગે તેમણે યુનિવર્સિટી સાથે પત્રવ્યવહાર કર્યો. તેમના પ્રયાસને પરિણામે બીજા વર્ષથી યુનિવર્સિટીએ દરેક વિદ્યાર્થીના વિષયવાર ગુણ