Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
6
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત લગતા લગભગ તમામ પ્રશ્નોની ચર્ચા ગ્રંથમાં સાંકળવામાં આવી છે. લેખકનું દષ્ટિબિદ સર્વોદયને લક્ષત અને ગાંધીવાદી વિચારસરણીને પુરસ્કાર હોવાથી બહુજનસમાજના હિત અને આબાદીની દષ્ટિએ અત્યારની અર્થવ્યવસ્થાનાં દૂષણો અને તેના નિવારણની, મૂડીપતિઓના ટ્રસ્ટીપણાની ભાવનાની, જરૂરિયાત ઘટાડવાના ઉપાયોની, સંખ્યાવૃતિના નિયમનમાં સંયમના જ આગ્રહની, ગાંધીજીના આર્થિક કાર્યક્રમને નવી અર્થરચના તરીકે સમજાવવાની વિચારણું અને હિમાયત સમગ્ર ગ્રંથમાંથી ફલિત થાય છે. એ દષ્ટિએ અર્થશાસ્ત્રના ઘણા ધુરંધર પરદેશી લેખકેથી નરહરિભાઈ જુદા પડે છે. એથી એ વિષયના અભ્યાસીઓને કદાચ આ પુસ્તક જનવાણી ને નીતિવાદી લાગવા પણ સંભવ છે. તેમ છતાં વિસ્તારથી શાસ્ત્રીય રીતે સરળ અને સ્વચ્છ ભાષામાં શ્રમ અને ખંતપૂર્વક વિશિષ્ટ દૃષ્ટિથી લખાયેલો આ ગ્રંથ અર્થશાસ્ત્રના વિભાગમાં આ દાયકાનું અપૂર્વ અર્પણ છે અને કોલેજમાં અર્થશાસ્ત્રનું પાઠયપુસ્તક બનવાની યોગ્યતા ધરાવે છે. - હિંદનાં ખેતી, ઉદ્યોગો, બેંક ને શરાફી, નાણચલણ, રેલ્વે, નહેર, પરદેશને વેપાર, લશ્કરી ખર્ચ સરકારી પગારનીતિ, વહાણવટું, સહકારી પ્રવૃત્તિ અને સરકારી દેવા જેવા વિષયો પર આંકડા ને વિગતો સાથે ભારતીય અર્થશાસ્ત્રના વિદ્યાર્થીને ઉપયોગી થાય એવી વિપુલ માહિતી રજુ કરતે રા. વિઠ્ઠલદાસ કેડારીને “હિંદનું પ્રજાકીય અર્થશાસ્ત્ર’ સામાન્ય વાચકને માટે પણ યોગ્ય પ્રવેશગ્રંથ બની શકે તેમ છે. નહેરો કરતાં રેલ્વેને પ્રાધાન્ય આપવાની તથા આબકારી આવક, મહેસૂલ, મીઠાવેરો, પગાર ને હૂંડિયામણની સરકારી નીતિની પુસ્તકમાં ઉચિત પ્રસંગે ટીકા કરવામાં આવી છે. છેલ્લા પ્રકરણમાં સર વિશ્વેશ્વરૈયાની, મુંબઈ-પેજના નામે ઓળખાતી ઉદ્યોગપતિઓની, શ્રી. અગ્રવાલની અને શ્રી. એમ. એન. રૉયની તેમજ હિંદી અને મુંબઈ સરકારની યુદ્ધોતર આર્થિક વિકાસની
જનાઓને પરિચય કરાવ્યો છે. લેખકનું વલણ રચનાત્મક કાર્યની હિમાયત કરનારું અને સર્વોદયને ભજનારું છે. એથી “માનવ અર્થશાસ્ત્રીની જેમ આ પુસ્તક પણ નવી પરિસ્થિતિમાં સાવ બિનવ્યવહારુને આક્ષેપ આ શાસ્ત્રના અભ્યાસીઓ તરફથી મેળવે તે નવાઈ નહિ. ' “સે ટકા સ્વદેશી’ના પહેલા વિભાગમાં ગાંધીજી “સ્વદેશીને અર્થવિસ્તાર કરીને ભાવનાને વ્યવહારમાં ઉતારવાની ગુરુચાવીઓ બતાવે છે. એમાં “સ્વદેશી’ વિશેનાં ગાંધીજીનાં ભાષણે અને લેખને સંગ્રહ થયે છે,