Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને સંથકાર પુ. ૧૦ થઈ શકી. આ ઉપરાંત ભરતખંડના રાજવીઓનાં ચરિત્રોની એક માળા તૈયાર કરવાની પણ તેમની ઉમેદ હતી, જે પૂરતા આશ્રયને અભાવે વણમહેરી રહી.
નીડર અને નિષ્ઠાવાન પત્રકાર તરીકે સ્વ. ઈછારામે ઈ. સ. ૧૯૧૦ સુધી ગુજરાતની એકધારી સેવા બજાવી છે. ગુજરાતી” પત્ર આ સમય દરમિયાન ઘણી મોટી કટોકટીમાંથી પસાર થયું હતું. ૧૮૮૫-૧૮૯૨ ના ગાળામાં પ્રકટ કરેલા ગ્રંથોને પરિણામે મોટું દેવું ઇચ્છારામને માથે થયેલું. છતાં હિંમત હાર્યા વિના સુનીતિ અને સન્નિષ્ઠાથી તેમણે પોતાનું કર્તવ્ય બજાવ્યાં કર્યું. એ કર્તવ્ય બજાવતાં તેમણે કદી નિરાશા કે અસંતોષ રમનુભવ્યો નથી. છાપખાનાનાં રાક્ષસી યંત્રો પાસે અધી જિંદગીની પ્રત્યેક રાત ઉજાગરે મહેનત કરી ગાળીને પણ તેમણે “ગુજરાતી'ની કૂચ આગળ ધપાવ્યે રાખી; બુ. કા. હે.નાં સંપાદનપ્રકાશને કીધાં; “ચંદ્રકાન્ત 'ના ચાર ભાગ લખ્યો; વાર્તાઓ, ચરિત્રો, ઇતિહાસો, નીતિગ્રંથ તૈયાર કર્યા ને બીજી ભાષામાંથી ગુજરાતીમાં અવતાર્યા. દિવસે જે બે-ચાર કલાકનો સમય મળતો તેમાં હીંચકા પર બેસીને સંતને, સાહિત્યશેખીને, રાજ્યગુરુષોને અને ધર્મપ્રેમીઓને તેઓ સત્કારતા; તેમની સાથે નિરાંતે બેસીને રસથી ચર્ચાઓ કરતા પિતાના પુત્ર મણિલાલ સાથે ધર્મ-તત્ત્વજ્ઞાનના અનેક પ્રશ્નો વિશે ક્યારેક સંવાદ કે વિવાદ કરતા તે ક્યારેક વાર્તા-કથા-આખ્યાન કહેનાર કોઈ પુરાણી કે નવી ખબરે આપનાર ખબરપત્રોની વાત સાંભળતા.
- ઈ. સ. ૧૮૧૦માં પ્રેસ એકટ પસાર થયો. સરકારને ઇચ્છારામની રાજકીય વિષયો પરત્વે બેધડક સ્વતંત્રપણે વિચારે જાહેર કરવાની પદ્ધતિ ગમી નહિ. સરકારે તેમની પાસે રૂ. ૨૫૦૦)ની જામીનગીરી લીધી. ઈચ્છારામને તેને સખત આઘાત લાગ્યા; કોર્ટમાંથી ઓફિસમાં આવીને ઈચ્છારામે કહ્યું કે, “મેં મારું વર્તમાનપત્રકારનું જીવન હવે પૂરું કર્યું. મારો ઉત્સાહ મરી ગયો છે. આ પછી તેમણે “ગુજરાતી' પત્રમાં ન. છૂટકે જ લખ્યું છે. ૧૯૧૨ના દિવાળી અંકમાં વર્તમાનપત્રોના ઈતિહાસ સંબંધી તેમણે લખેલો લેખ તેમને છેલ્લે લેખ છે. તેમને છાતીના જમણા
૭. એજન, તા. ૨૦-૧૧-૧૦ ના સા. ઇચ્છારામના પત્રના આધારે. ૮. એજન, પૃ. ૩૭