Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથકા-પિતાવલિ ભાગમાં કઈ કઈ વાર દુઃખા થઈ આવ. ગુરુવાર તા. ૫ મી ડિસેમ્બર ૧૯૧૨ના રોજ રાત્રે ઇચ્છારામે હૃદય બંધ પડી જતાં દેહત્યાગ કર્યો.
- સ્વ. ઈચ્છારામની સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિનું ઊડતું અવલોકન કરનારને પણ જણાશે કે એકનિષ્ઠ અને અણનમ પત્રકાર ઉપરાંત પ્રાચીન કાવ્યસાહિત્યના સંશોધન-સંપાદનને આરંભ કરનાર, સરળ ગુજરાતીમાં ભાગવત ગીતા અને વેદાન્તશાસ્ત્રનું રહસ્ય સરળ દૃષ્ટાંત વડે સૌથી પ્રથમ સુલભ કરાવી આપનાર ગ્રંથકાર તરીકે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં તેઓ ચિરકાલીન સ્થાન પામ્યા છે. આપબળથી આગળ વધનાર, ખંતપૂર્વક ઇષ્ટ પ્રવૃત્તિમાં મંડ્યા રહેનાર, ધાર્મિક મનોવૃત્તિવાળા, ઉચ્ચ સંસ્કારવાળા ગુજરાતીઓની હારમાળામાં ઈચ્છારામનું સ્થાન નિશ્ચિત છે. ચંદ્રકાન્ત’ તેમની કીતિને અમર કરનાર ગ્રંથમણિ છે. તેમાં રજૂ થયેલા વિચારોની ઉદાત્તતા જોઈને તે વિશે કેવળ સ્તુતિવચનો ઉચ્ચારનાર સ્વ. મણિલાલ દ્વિવેદીને એ ગ્રંથ સંસ્કૃતને તરજ હોવાની બ્રાંતિ થએલી અને કેટલાકને એ ગ્રંથ ઇચ્છારામે કઈ વેદાન્તી પાસે પૈસા આપીને લખાવ્યો હોય એવી પણ શંકાઓ થયેલી. - આને જવાબ આપતાં શ્રી નટવરલાલ દેસાઈએ કહ્યું છે કે ચંદ્રકાંત' લખતી વખતે ઈચ્છારામને માથે એવડું મોટું દેવું હતું કે કોઈને પૈસા આપીને ગ્રંથ લખાવી શકે એવી તેમની સ્થિતિ નહોતી. વળી ઈચ્છારામે જ્યાં જ્યાં શાસ્ત્રીઓ પાસે અનુવાદ કરાવ્યા છે ત્યાં ત્યાં તે તે શાસ્ત્રીનાં નામ અનુવાદક તરીકે મૂક્યાં છે જ. “ચંદ્રકાન્ત”ની રચના કઈ સંસ્કૃત ગ્રંથના અનુવાદરૂપે નહિ, પણ ઈચ્છારામે અનેક સાધુસંતો અને કથાકાર પાસેથી શ્રવણ કરેલ આખ્યાને અને દૃષ્ટાંતના યથાર્થ સંયોજનના ફળરૂપે હતી એમ કહી શકાય.
૯. એજન, પૃ. ૨૯-૩૦.