Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ચથકાર-સરિતાવલિ
રાજકીય સ્વતંત્રતા આપા' એ નામના જોરદાર અપૂર્ણ લેખ તેમણે લખેલા. રાજદ્રોહના ગુન્હા માટે તેમને પકડવામાં આવ્યા. તેમના કેસ ચાલ્યેા, એ કેસમાં તેમને બચાવ મરહૂમ સર ફિરાજશાહ મહેતાએ કર્યાં અને સ્વ. ઇચ્છારામ નિર્દોષ છૂટી ગયા. આ બનાવથી સર ક્રિાજશાહ તેમના રાજકીય વિષયમાં ગુરુ બન્યા.
'
હુલ્લડ કેસ પત્યા પછી ૧૮૭૯ માં ફરી પાછું ઇચ્છારામે ‘ સ્વતંત્રતા ’તે સજીવન કર્યું. ૧૮૭૯ ના માર્ચ-એપ્રિલના અકામાં તેમણે સુપ્રસિદ્ધ હિંદ અને બિટાનિયા ' નામની રાજકીય નવલને આરંભ કર્યાં. એ વખતે તેનું શીર્ષીક તેમણે પહાડ પર ભરતખંડના હેતસ્વી ’ એવું રાખેલું. આ અરસામાં ‘શારદાપૂજક મંડળી'નું કામકાજ બંધ પડ્યું. ‘ સ્વતંત્રતા ’ પર ઇચ્છારામે ‘ માયાળુ વાંચનારને છેલ્લી મુલાકાતની છેલ્લી સલામ ’કરીને ‘ગુજરાત—મિત્ર ’વાળા કીકાભાઈ પરભુદાસને સેોંપ્યું, પણ થોડા જ વખતમાં તે બંધ પડ્યુ.
આ બધી પ્રવૃત્તિ સસરાના ખર્ચે નિભાવ કરતાં કરતાં ચતી હતી. ‘સ્વતંત્રતા ’ બંધ પડતાં હવે શું કરવું તેની વિમાસણમાં ઇચ્છારામ પડ્યા. ૧૮૮૦માં મુંબઈમાં સર મંગળદાસ નથ્થુભાઇને એકાદ પત્ર કાઢવાની ઇચ્છા થતાં તેમણે એમને ત્યાં શિક્ષક તરીકે આવતા ઈચ્છારામ ભગવાનદાસ દલાલને એ વિશે વાત કહી. દલાલે એ પત્ર માટે ઇચ્છારામની ભલામણુ કરી, ઇચ્છારામને ખાલાવવાના નિય થતાં તેમના પરમમિત્ર મગનલાલ ઢાકેારદાસ મેાદી (જેમના નામ પરથી સૂરતમાં કાલેજ સ્થપાઇ છે.) તેમને તેડવા સૂરત આવ્યા. ઇચ્છારામ આ વખતે માંદા હતા. છતાં મગનલાલ
અહી સસરાનું ખાઈને પડ્યો રહે તેના કરતાં મુંબઈમાં મરે તે સારુ ' એ મતલબનું ટીકાવચન માં હોવા છતાં કહીને ઈચ્છારામને મુંબઈ લઈ ગયા. મુંબઈમાં ઇચ્છારામ કવિ ન`દ, રતિરામ દુર્ગારામ દવે, મણિલાલ નભુભાઇ, વૈકુંઠરાય મન્મથરાય વગેરે અન્ય ગુજરાતીઓને પણ મળ્યા. એ સર્વે સાક્ષરાએ તેમના પત્રમાં લેખ લખવાનું ખૂલ્યું. નદે પત્રનું નામ ‘ગુજરાતી ' સૂચવ્યું. અને ‘ગુજરાતી' સાપ્તાહિકને પહેલા અંક તા. ૬ ઠ્ઠી જૂન ૧૮૦૦ તે દિવસે ક્યુસરે હિંદ: પ્રેસ 'માં છપાઈને બહાર પડ્યો.
6
6
*
‘ ગુજરાતી 'ની સ્થાપના થઇ તે વખતે મુંબઈમાં તમામ વર્તમાનપત્રા પારસી ભાઇઓને હાથે ચાલતાં હતાં. હિંદુ માલિકીનું અને હિંદુ વિચાર