Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વાયુમય પર દષ્ટિપાત શકતા, અત્યારની વંધ્ય કેળવણમાંથી ઊગરવા માગતા અને માણસાઈની તથા નિર્વાહની કેળવણીને માટે યોગ્ય પદ્ધતિ શેધતા અનેકેની મૂંઝવણ ટાળીને સ્પષ્ટ માર્ગદર્શન કરાવે તેવી આ પુસ્તકમાંની લેખકની વિચારશ્રેણી છે.
શ્રી. મશરૂવાળા મૌલિક વિચારક અને આજન્મ કેળવણીકાર છે. ગાંધીજીએ સ્થાપેલ વિદ્યાપીઠના તેઓ મહામાત્ર હતા. ગાંધીજીએ પ્રબોધેલા રાષ્ટ્રીય શિક્ષણના વિતરણ અને વિચારમાં તેમને અને કાકાસાહેબને ફાળો અવિસ્મરણીય છે. અનુભવ અને બુદ્ધિના નીચેડરૂપે તેમણે અહીં કેળવણુનું દર્શન અને શાસ્ત્ર, તેનાં વિવિધ પાસાં, કક્ષાઓ ને અખતરાઓ, તેને ધર્મ સમાજ અને રાજય સાથે સંબંધ વગેરે બાબતોને સૂક્ષ્મ પરામર્શ કરી બતાવ્યો છે.
જાણીતા કેળવણીકાર શ્રી. નાનાભાઈ ભટ્ટના બે દાયકાના શિક્ષણક્ષેત્રના પ્રયોગો અને અનુભવો વ્યક્ત કરતા ૬૪ લેખોનો સંગ્રહ “કેળવણીની પગદંડીમાં થયો છે. લેખેને સિદ્ધાંતચર્ચા અને વ્યવહારચર્ચા એવા બે ખંડોમાં વહેંચવામાં આવ્યા છે. આદર્શને વ્યવહારની ભૂમિકા પર કેમ ઉતારાય એની જ વિચારણા લગભગ બધા લેખમાં થયેલી છે. એમાં ઈતિહાસનાં પાઠ્યપુસ્તકો વિશે, વિદ્યાથી કેળવણીમાં પ્રવાસના મહત્ત્વ વિશે, ચારિત્ર્યની કેળવણી વિશે, ઔદ્યોગિક તથા ધાર્મિક કેળવણી વિશે ગુજરાતી સાહિત્યના શિક્ષણ વિશે અને ખાસ કરીને શિક્ષણસંસ્થાઓ ને છાત્રાલયના આદર્શ સંચાલન વિશે સમૃદ્ધ ચર્ચા થઈ છે.
શ્રી. નાનાભાઈ અધિકારી, અનુભવી કેળવણીવિચારક છે. તેમની દૃષ્ટિ કેળવણીને જીવનના વ્યાપક અર્થમાં જેનારી છે. કેળવણી સંસ્થાઓને તેમને બહોળો અને ઊંડે અનુભવ પુસ્તકની ઉપયોગિતાનું ખાસ અંગ છે.
શ્રી. જુગતરામ દવેએ સાબરમતી જેલમાં આશ્રમજીવન પરત્વે રોજ બ્રાહ્મમુહૂર્તમાં ચિંતન કરેલું તેના ફળ રૂપે તેમની પાસેથી ૭૬ પ્રવચનને સંગ્રહ “આત્મરચના અથવા આશ્રમી કેળવણી’ આ દાયકે પ્રગટ થયો છે. એમાં સ્વચ્છતા, શરીરશ્રમ, સૂત્રયજ્ઞ, આહાર, સમયપત્રક, ભંગીકાર્ય, સ્વયંપાક, ખાદી, સ્વદેશી પિશાક, પ્રાર્થના, ગ્રામવાસીઓને સંપર્ક અને સેવા-એવા આશ્રમજીવનના નિત્યના આચારધર્મની સૈદ્ધાતિક તેમ વ્યવહારુ ચર્ચા સરળતાથી થઈ છે. આશ્રમવાસીઓનું ખાનગી જીવન, સાંસારિક જીવન, રાષ્ટ્રજીવન અને ધર્મજીવન પણ તેમાં ચર્ચવામાં આવ્યું ચં. ૧૧