Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
શ્રેથ અને ગ્રંથકાર ૫૦ ૧૦ છે. લગભગ બધા જ લેખે ગાંધીજીની આશ્રમભાવનાનાં ભાષ્ય જેવા છે. તેમને વેડછી સ્વરાજ-આશ્રમના સંચાલનને અનુભવ અને સત્યાગ્રહાશ્રમને અનુભવ દરેક લેખ પાછળ ઊભો છે. આશ્રમી કેળવણી જીવનઘડતર અને સ્વરાજરચનાની પ્રવૃત્તિ માટે મહત્ત્વનું સાધન છે એવી લેખકની શ્રદ્ધા અહીં પ્રત્યેક લેખનો બીજરૂપે દેખાય છે. બાળશિક્ષણ અને ઉચ્ચશિક્ષણ વિશેનાં તેમનાં મંતવ્યો ચિંત્ય છે. વિચારોની રજૂઆત વ્યવસ્થિત પણ કંઈક વધુ પડતી વિસ્તારી અને લખાવટ સરળ પ્રવાહી અને ઋજુતાભરી છે. ટૂંકમાં આ ય ગ્રંથ આશ્રમિક કેળવણીની મીમાંસા પરત્વે પ્રમાણભૂત સામગ્રી પૂરી પાડે છે. આ જ લેખકનું બીજું પુસ્તક “ગ્રામસેવાના દસ કાર્યક્રમો' ગામડાંમાં કામ કરનારને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે છે. શિક્ષણશાસ્ત્રની અનેક નાનીમોટી ગૂંચો એમણે પુસ્તકમાં ઊકેલી બતાવી છે. ગોવાળિયાઓનું શિક્ષણ, નિરક્ષરતાનિવારણ, ગ્રામજનોને વિજ્ઞાન શીખવવાની હિમાયત વગેરે પ્રશ્નોને સરળ તડ તેમણે કાઢી આપે છે. એમનાં કેટલાંક વિધાન શિક્ષણવિષયક ક્રાન્તિની દષ્ટિ બતાવે છે. બંને પુસ્તક બતાવે છે કે જુગતરામભાઈ સમર્થ કેળવણીકાર અને નમ્ર લેકસેવક છે.
શિક્ષણ અને સંસ્કૃતિ' જાણીતા લેકસેવક અને લેકશિક્ષક શ્રી. રવિશંકર મહારાજનાં અઢારેક વ્યાખ્યાનને સંગ્રહ છે. “પાયાની કેળવણી” એટલે શારીરિક વૈતરાને આગ્રહ કરતી કેળવણની યોજના એવી પ્રચલિત ગેરસમજત આ વ્યાખ્યાને દૂર કરે છે. શિક્ષણ એટલે માનવસંસ્કૃતિને પાયામાંથી ચણવાનું સાધન એ ખ્યાલ અનેક ઉદાહરણો દ્વારા તે જન્માવે છે. શિક્ષણશાસ્ત્ર કે અમુક શિક્ષણ પદ્ધતિની ચર્ચામાં ઊતરવાને બલે મહારાજે ગાંધીજીએ પ્રબોધેલ ઉન્નત શિક્ષણદૃષ્ટિને લક્ષમાં રાખીને સંસ્કૃતિની ભાવના સમજાવવા પર જ લક્ષ કેન્દ્રિત કર્યું છે. પરિણામે વ્યાખ્યામાં મહારાજની ઊંડી, તત્ત્વનિષ્ઠ ને વ્યવહારશીલ જ્ઞાનદષ્ટિનો પરિચય થાય છે. એ દૃષ્ટિએ “વિચારમય જીવન” તથા “શિક્ષણવિષયક દષ્ટિ' બંને પ્રકરણ નોંધપાત્ર છે. સર્વભોગ્ય શૈલીમાં લખાયેલાં આવાં પુસ્તકેની ગુજરાતને ખાસ જરૂર છે.
: શબ્દકોષ
આ દાયકે પારિભાષિક શબ્દોના અને સાર્થ જોડણીના કેશનાં કેટલાંક મહતવનાં પુસ્તકો પ્રગટ થયાં છે. જો કે હજી પારિભાષિક શબ્દોની રચનામાં છેવટને નિર્ણય તદ્વિદા તરફથી મળ્યું નથી તેમજ વહેતા