Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકારે પુ૧૬ - વૈજ્ઞાનિક શબ્દસંગ્રહ': શ્રી. પિપટલાલ ગ. શાહે તૈયાર કરેલ વૈજ્ઞાનિક પરિભાષાના પુસ્તકની આ સુધારેલી વધારેલી બીજી આવૃત્તિ છે. નાગરી લિપિમાં આ કેશ છાપ્યો છે. વિજ્ઞાનની ૨૫ જુદી જુદી શાખાઓના પારિભાષિક શબ્દના અહીં ગુજરાતી પર્યાય આપ્યા છે. વિદ્યાથીઓ, કારખાનામાં કામ કરતા કારીગરો અને આમવર્ગને લક્ષમાં રાખીને આ કોશ તૈયાર કરવામાં આવ્યો છે. આરંભમાં સંયોજકે મૂકેલી અંગ્રેજી તથા ગુજરાતી પ્રસ્તાવનામાં વૈજ્ઞાનિક પરિભાષા નક્કી કરવાની પિતાની પદ્ધતિ તથા તષિયક સિદ્ધાંતને વિશદતાથી સમજાવેલ છે.
અર્થશાસ્ત્રની પરિભાષા” એમાં અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઉપયોગી પારિભાષિક અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાયો જાણીતા અર્થશાસ્ત્રી શ્રી. વિઠ્ઠલદાસ કોઠારીએ તૈયાર કર્યા છે. વિષયનો અભ્યાસ, શિક્ષણને અનુભવ અને શાસ્ત્રીય પદ્ધતિ ત્રણેનો ઉપયોગ લેખકે પરિભાષાને સંગીન બનાવવામાં કર્યો છે. પ્રત્યેક શબ્દના પર્યાયને તે શબ્દને લગતી યોગ્ય અર્થ સમજૂતી સંક્ષેપ આપીને બંધ બેસાડવો છે. બેંક, બોનસ ઈત્યાદિ અત્યંત રૂઢ થઈ ગયેલાં અંગ્રેજી શબ્દોના કૃત્રિમ ગુજરાતી પર્યાયો યોજવાની રૂઢિચુસ્તતાથી તે મુક્ત રહ્યા છે. અર્થશાસ્ત્રનાં ગુજરાતી પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આ પુસ્તિકા અવશ્ય પ્રાથમિક ભૂમિકાની ગરજ સારશે.
શ્રી. અરવિંદ કાર્યાલય તરફથી “દાર્શનિક શબ્દાવલિ' આ દાયકામાં પ્રગટ થયેલ છે. શ્રી. અરવિંદે પોતાની તત્વચર્ચામાં જે પારિભાષિક શબ્દો અંગ્રેજીમાં નિજ્યા હતા તેના હિંદી, ગુજરાતી, બંગાળી અને મરાઠી પર્યાને આ કેશ છે. પુસ્તકને અંતે જોડેલી “શબ્દાર્થરેખામાં મુખ્ય અંગ્રેજી શબ્દપ્રયોગોની અંગ્રેજીમાં સમજુતી આપી છે. અરવિંદ-તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને આ ગ્રંથ અવશ્ય ઉપયોગી થઈ પડશે.
“જન્મભૂમિ' પારિભાષિક જ્ઞાનકેશ૧ઃ રાજકારણુ” મૂળ હિંદીમાં પ્રગટ થયેલ શ્રી. સુખસંપત્તિરાય ભંડારીના “અંગ્રેજી-હિંદી શબ્દકોશના રાજકારણ વિભાગને શ્રી. કાન્તિલાલ શાહે કરેલો અનુવાદ છે. એમાં રાજકારણના લગભગ બધા જ મહત્ત્વના વિષયોને અને પારિભાષિક શબ્દપ્રયોગો અને તેના ગુજરાતી પર્યાયવાચી શબ્દોને સમાવેશ થયો છે. રાજકારણના અભ્યાસના આકરગ્રંથ જેવું આ પુસ્તક છે.
ડે. યશવંત ગુ. નાયકે ફાર્બસ સભા તથા ગુજરાત વિદ્યાપીઠ તરફથી