Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર ૫૦ ૧૦
બંધારણુ અને લક્ષણેનું જે જ્ઞાન મેળવી આપ્યું હતું, તેમાં છે. પાઠક અપભ્રંશકાળના દહાથી માંડીને દયારામની દેશીઓ સુધી પ્રવર્તતા પિંગળના સૂક્ષ્મ નિયમેની શાસ્ત્રીય તપાસ કરી વધારો કર્યો છે. દી. બ. ધવે સમજાવેલ વૈદિક કાલથી માંડીને અપભ્રંશકાલ સુધીની પદ્યરચનાઓને ઐતિહાસિક વિકાસક્રમ આ પુસ્તક દ્વારા અદ્યતન બને છે.
મધ્યકાલીન સાહિત્યમાં વૃત્તોને પ્રયોગ થયે જ નહોતે, એ માન્યતાને જુઠી ઠરાવતે ગુજરાતી ભાષાના લગભગ આરંભથી માંડી દયારામ સુધીના સાહિત્યમાં થયેલી અક્ષરમેળ વૃત્તરચનાઓને ઐતિહાસિક દૃષ્ટિએ પરિચય ડે. સાંડેસરાએ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના” નામની પુસ્તિકામાં કરાવ્યો છે.
- “આપણા કવિઓ'—નં. ૧ માં શ્રી. કે. કા. શાસ્ત્રીએ નરસિંહયુગ પહેલાંની પ્રાપ્ય એટલી તમામ સાહિત્યકૃતિઓને તપાસી આપણી ભાષાનો વિકાસકોટિઓ, તેનું વ્યાકરણ તથા પબંધ અને સાહિત્યસ્વરૂપ વિસ્તૃત અવતરણે આપીને શાસ્ત્રીયતાથી સમજાવવાને સમર્થ પ્રયત્ન કર્યો છે. લેખકે “કવિચરિત'–ભા. રમાં સં. ૧૬૨૪ થી સં. ૧૭૧૬ સુધીના નાના મોટા બધા જ ગુજરાતી કવિઓ અને તેમની કૃતિઓ વિશે સંશોધન કરી સારી માહિતી પૂરી પાડી છે. તેમના સંશોધનવિષયક લેખસંગ્રહો અક્ષર અને શબ્દ, “અનુશીલન” અને “સંશોધનને માગે'—એ ત્રણેમાં મળીને ભાષા-છંદ-વ્યાકરણના, લિપિ-જોડણીના, સાહિત્યિક-સાંસ્કૃતિક ઇતિહાસના અને પુરાતત્ત્વને કુલ ૭૬ લેખો સંઘરાયા છે. વિષયની રજૂઆત, ચર્ચા અને સ્વતંત્ર વિધાનનાં ઉમેરોમાં તેમના અભ્યાસની વ્યાપકતા અને તેમની પ્રગભ વિચારકતા દેખાય છે.
અખે-એક અધ્યયન'ની જેમ તેમના બીજા સંશોધનાત્મક ગ્રંથ “પુરાણમાં ગુજરાત માં પણ શ્રી. ઉમાશંકરનો વિષયને ઊંડે. અભિનિવેશ ધ્યાન ખેંચે છે. “કંદપુરાણ” અને “મહાભારત'ને મુખ્ય આધાર તરીકે રાખીને સંસ્કૃત, જૈન અને બૌદ્ધ ભાષાસાહિત્ય તથા પરદેશી મુસાફરોનાં વર્ણને, પ્રાચીન શિલાલેખે, તામ્રપત્રો, સિકકાઓ ઇત્યાદિની સહાય લઈને ગુજરાતની પ્રાચીન ભૌગોલિક સામગ્રીને આ ગ્રંથ તેમણે તૈયાર કર્યો છે. એમાં દેખાતી શ્રી. ઉમાશંકરની શાસ્ત્રપૂત દષ્ટિ અને નિર્ણાયકશક્તિ તેમને ઉચ્ચ કોટિના સંશોધક અને પુરાતત્ત્વશીન ઠરાવે છે.