Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ઘથ અને ગ્રંથકાર પુ. ૧૦
ધર્મ અને તત્વજ્ઞાન વિચારેની કશી નવીનતા કે અસાધારણતા વિનાનાં, પરંપરિત ધર્મ અને તત્ત્વજ્ઞાનને શ્રદ્ધાથી સ્વીકારી તેનું સમર્થન કરનારાં કે તેમાંથી બોધ પ્રગટાવનારાં કુડીબંધ પુસ્તકે હરકેઈ દાયકાની જેમ આ દાયકે પણ આપણને મળ્યાં છે. એમાંનાં ઘણુંખરાં પુસ્તકે જીવ-જગત-ઈશ્વરના સંબંધ વિશે, સંતચરિત્ર કે તપ, દાન, ભક્તિના આચાર વિશે કે ઈશ્વરશ્રદ્ધા અને પ્રેમના માહામ્ય રૂપે સાંપ્રદાયિક દૃષ્ટિએ ધર્મતત્વજ્ઞાનની ચર્ચા કરતાં રહે છે. એમાં ઉપનિષદોથી માંડીને બૌદ્ધ, જૈન અને વૈષ્ણવ સંપ્રદાય સુધીની વિચારણાનું પ્રતિબિંબ પડેલું છે.
આવાં પુસ્તકોમાં “દિવ્યપ્રેમદર્શન” (પ્રાણલાલ બક્ષી), “દિવ્યદર્શન' (શ્રી. વિજયદાનસૂરીશ્વરજી), “વેદાંત અને યોગ', “શ્રીમદ્ ભાગવત માર્ગદર્શિકા', “શ્રી. રમણ મહર્ષિ', ‘વિચારસૂર્યોદય', (ચારેના કર્તા સ્વામી માધવતીર્થ), “જ્ઞાન અને કર્મ” (સ્વામી અદ્વૈતાનંદ), વિભૂતિ ' (વિષ્ણુપ્રસાદ બક્ષી), “પરમ પુરુષાર્થ ' (સ્વામી અદ્વૈતાનંદ) અને “દાનધર્મ– પંચાચાર' (સ્વ. મનસુખભાઈ ડી. મહેતા) જેવાં કેટલાંક ઉલ્લેખ પાત્ર છે. શ્રીમદ્દભગવદ્દગીતાનું રહસ્ય તારવી આપતાં ડઝનેક સારાં પુસ્તકો આ દાયકે પ્રગટ થયાં છે, એ ગીતા પ્રત્યેની ધર્મપ્રેમી સમાજની ચાલુ રહેલી
અભિમુખતાનું નિદર્શન કરે છે. સંતચરિત્રો અને સરળ વેદાંતનાં પુસ્તકો ઠીક સંખ્યામાં વંચાતાં જણાય છે. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ભક્તિમાર્ગ કાર્યાલય અને નવજીવન કાર્યાલય આ ક્ષેત્રમાં સૌથી વધુ સેવા બજાવી રહેલ છે. - ધાર્મિક સાહિત્ય મોટા પ્રમાણમાં પ્રગટતું રહે છે, પરંતુ ધર્મતત્ત્વના -ભંડાણમાં જઈને વૈજ્ઞાનિક બુદ્ધિવાળા મનનશીલ વાચકને ધર્મનું અવગાહન કરાવે તેવાં પુસ્તકે બહુ ઓછાં મળે છે. ઘણામાં ઘણું તે આવાં પુસ્તકેથી આસ્થાળુ અને ધાર્મિક વૃત્તિ કે સંસ્કારવાળાં સરલ માણસને ધર્મવાચનને ખોરાક મળે છે એટલું જ.
આ વિભાગનાં ખરેખર સમૃદ્ધ ગણાય તેવાં પુસ્તકે ચાર છે. સંસાર અને ધર્મ' (મશરૂવાળા), “મોત પર મનન’ (દાવર), “જીવનસંગ્રામ' (સં. નંદલાલ ભ. શાહ) અને “જ્ઞાનગી ચંદુભાઈ સાથે વાર્તાલાપ” (સં. નારૂશંકર ભટ્ટ).
“સંસાર અને ધર્મ": આ પુસ્તકમાં શ્રી. મશરૂવાળાના ત્રીસ અને એમના ગુરુ શ્રી નાથજીના ત્રણ એમ કુલ તેત્રીસ દાર્શનિક લેબેને સંગ્રહ