Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
૧૮
ગ્રંથ અને ગ્રંથકાર પુ૦૧૦
બીજું પુસ્તક જ્ઞાન-વૈરાગ્ય—ભક્તિની કવિતાના સંપાદક શ્રી. નંદલાલ ભા. શાહે આપ્યું છે. એનું નામ ‘ જીવનસંગ્રામ '. જીવનમાં આવી પડતી આફતો પ્રભુપ્રેરિત અને આવશ્યક છે એમ સિદ્ધ કરીને ખાદ્ય અને આંતર ધણુ વેળા ધીર સાધકે કેવાં મન, પ્રકૃતિ અને વન રાખવાં તે સરળ વાણીમાં વિશદતાથી તેમણે સમજાવ્યું છે. યેાગના સમન્વય એમના સંદેશ છે.
ક
યાગ અને ભક્તિ
સંસ્કૃતિ–ચિંતન
આધુનિક જીવનસ્થિતિને લક્ષમાં રાખીને આપણી હાલની સ ંસ્કૃતિ વિશે સ્વતંત્ર મૌલિક ચિંતન રજૂ કરતું સમથ પુસ્તક આ દાયકે એક મળ્યું છે તે ‘સમૂળી ક્રાન્તિ, '
પ્રવર્તમાન સંસારના જીવનનાવની ડામાડેાળ સ્થિતિ અને ગતિ બતાવી, તેનાં મૂળ કારણેા શેાધી જીવનસમૃદ્ધિ વધે તે અર્થે દિશાસૂચના કરાવતું આ પુસ્તક આ દાયકાનું ઉત્કૃષ્ટ ચિંતનપુસ્તક છે. આપણી ભાષાને ‘હિંદ સ્વરાજ' પછી કેટલેય વર્ષે આવું ક્રાન્તિકારી વિચારસરણીવાંળુ પુસ્તક પ્રાપ્ત થયું છે. પ્રજાજીવનની નાડની ખરી પારખ અને તેનું યથાશક્તિ નિદાન તેમાં મળે છે. સાચા તત્ત્વજ્ઞની જેમ બધા પૂર્વગ્રહો, દૃઢ માન્યતાઓ અને સંકુચિત મમતાથી પાર જઈને જોવાના તેના લેખક શ્રી. મશરૂવાળાને હેતુ તેમાં પૂરેપૂરા ચરિતા થયેલા છે. ધમ અને સમાજ, આર્થિક ક્રાન્તિ, રાજ કીય ક્રાન્તિ અને કેળવણી એ ચારે વિભાગામાં નવી બળવાન જીવનવ્યવસ્થાને સર્જવા માટે અને અવરોધક, સડી ગયેલી અત્યારની સંસ્કૃતિ (?)તે તત્કાળ ફેંકી દેવા માટે શાની સાધના કરવી જોઈએ એનું મા - દન લેખકે તેમાં કરાવ્યું છે. વૈજ્ઞાનિક સત્યશેાધક અને નિર્ભીય વિચારાચારક શ્રી. મશરૂવાળાએ પેાતે સમજેલ કે અનુભવેલ સત્યને કશી જાતની બાંધાડ વિના નીડરપણે સચોટતાથી અનેક શુદ્ધ પ્રમાણેા અને તર્ક પૂત દલીલોથી મડિત કરીને ‘ સમૂળી ક્રાન્તિ 'માં રજૂ કરેલ છે. એમાંનાં કેટલાંક વિધાના ચિંત્ય છે. પણ લેખકની સત્યપ્રીતિ, નિષ્ઠા, મનનશીલતા, અનુભવ, અવલાકનખળ અને લેાકસ ગ્રહની ભાવના ગમે તેવા વિધી વિચારવાળા વાચક ઉપર પણ પ્રભાવ પાડવા વિના રહે તેમ નથી.
શ્રી. રતિલાલ મે.ત્રિવેદીકૃત ‘ થાડાંક અર્થ દશ ના 'પ્રાચીન સાહિત્ય, પુરાણુ અને સંસ્કૃતિનાં કેટલાંક રહસ્યોને નવીન જ્ઞાનમૂલક દૃષ્ટિએ મૂલવવાના પ્રયાસનું પરિણામ છે.