Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
થયા દાયકાના વાય પર દષ્ટિપાત ખૂટતા અકોડ પૂરા પાડે છે. અસાઈતના “હંસાઉલી' કાવ્યનું સંપાદન પણ એમણ જ કર્યું છે. એને અંગે તેમના તરફથી ઉદ્દઘાત, ટિપ્પણ આદિ સામગ્રી હજી મળવી બાકી છે. શ્રી. શાસ્ત્રીએ દલપતરામના બહત કાવ્યસંગ્રહમાંથી રસદષ્ટિએ ચૂંટણી કરીને એક નાનો સંગ્રહ પણ સસ્તુ સાહિત્યવર્ધક કાર્યાલય દ્વારા આ અરસામાં પ્રગટ કર્યો છે.
સિંધી જેન ગ્રંથમાલાનાં બે સંપાદને “પઉમસિરીચરિઉ અને “જ્ઞાનપંચમી કથા” પ્રધાન સંપાદક-સંચાલક મુનિશ્રી જિનવિજયજીની પ્રેરણાથી ભારતીય વિદ્યાભવન અંતર્ગત સિંઘી જેનશાસ્ત્રશિક્ષાપીઠ તરફથી આ દાયકે પ્રકાશન પામેલ છે. બંને ગ્રંથને મુનિજની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવનાને લાભ મળ્યો છે. એમાંનું પહેલું કવિ ધાહિલનું રચેલું અપભ્રંશ ભાષાનું મહાકાવ્ય છે અને બીજુ મહેશ્વરસૂરિકૃતિ પ્રાકૃતભાષાનું કાવ્ય છે.
પઉમસિરીચરિઉ” ચાર સંધિનું, કુલ ૬૬ કડવકનું બનેલું અદ્દભુતરસિક કથાનકવાળું મહાકાવ્ય છે. એના સંપાદકો અધ્યા. મધુસૂદન મોદી અને અધ્યા. હરિવલ્લભ ભાયાણી અપભ્રંશ ભાષાના જાણકાર પંડિત છે. તાડપત્રની ઘણી અશુદ્ધિવાળી અને લહિયાની સમકાલીન ભાષાની છાપવાળી એક જ પિોથી ઉપરથી આ ગ્રંથનું સંપાદન તૈયાર થયાથી તેમાં ઘણે સ્થળે દુર્બોધતા રહી છે. પરંતુ એકંદરે સંપાદકનો પરિશ્રમ તેમાં સફળ થયો છે. કાવ્યનું વ્યાકરણ, છેદની શાસ્ત્રીય છણાવટ, ઉત્તમ અભ્યાસની પારાશીશીરૂપ ટિપ્પણ, ભાષા પર કેટલીક પ્રચલિત માન્યતાઓનું શાસ્ત્રીયપણે થયેલું ખંડન આ ગ્રંથના સંપાદનની વિશિષ્ટતાઓ છે. બીજુ જ્ઞાનપંચમી કથા” જૈન ધર્મના લાક્ષણિક રંગ દાખવતી દશ સ્થાઓનું અધ્યા. અમૃતલાલ ગોપાણીએ ત્રણ હાથપ્રતે પરથી કરેલું સંપાદન છે. એમાં પ્રાકૃત ભાષાની લગભગ ૨૦૦૦ ગાથાઓ ગૂંથવામાં આવી છે. કાવ્ય મુખ્યતઃ બેધપ્રધાન છે અને એમાં રસનું તત્ત્વ ઘણું ઓછું છે, છતાં તેના કવિને અલંકાર, નીતિશૃંગાર અને વ્યવહારચાતુરીને સારો અભ્યાસ હવે જોઈએ. સંપાદકની ગ્રંથારંભે મૂકેલી ૪૪ પાનાંની પ્રસ્તાવના કથાસાહિત્યના અભ્યાસ માટે અગત્યની છે.
વિવિધ સંતોની પરંપરાપ્રાપ્ત વાણુને ગામેગામ ફરીને સ્વ. મેઘાણીએ લેકમુખેથી સાંભળીને તેમનાં ભજનોને મોટે જ એકઠી કરેલ, તેમાંથી નાનામોટા પચીસેક ભજનિકોની કુલ્લે ૧૦૩ કૃતિઓને “સોરઠી સંતવાણી માં પ્રથમ વાર ગ્રંથસ્થ કરવામાં આવી છે. સ્વ. મેવાણીએ પ્રત્યેક ભજનના : શબ્દપાઠને ખૂબ કાળજીપૂર્વક પસંદ કરીને-મઠારીને દરેકના અર્થ