Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વમય પર દષ્ટિપાત
ગુણવંતરાય આચાર્યની ઘણીખરી અને વ્યાજનો વારસ”, “સુરભિ', યૌવન”, “કળિયુગ', “છાયાનટ ', પાવકજ્વાળા' જેવી અન્ય નવલેમાં સીનેમાનાં કથાનકેની શૈલીની છાયા વધુ જોવામાં આવે છે. એમાં જીવનની સ્વાભાવિકતાનું પ્રમાણ ઓછું અને નાટકીપણનું પ્રમાણ હદથી જ્યાદે એવું આ અસરે જ બન્યું છે.
સુધારાના માર્ગોનું સૂચન કરીને વાચકને એ વિષે વિચાર કરતા કરવાના હેતુથી લખાયેલી ધ્યેયલક્ષી સાંસારિક કથાઓની સંખ્યા આ દાયકે ઘટી નથી. પાત્રોના મને વિશ્લેષણ, ચમકદાર કથનરીતિ અને ઘટનાઓની સુવ્યવસ્થિત આનુપૂર્વી દ્વારા જીવનના અનુભ કે અવલોકનોને રજૂ કરવાની હિકમત ગયા દાયકા કરતાં આ દાયકાના નવલકાએ એકંદરે સવિશેષ દાખવી છે, પણ બીજી તરફ વાસ્તવલક્ષિતાને નામે કામલેલુપતાનાં, વ્યભિચારનાં અને સ્ત્રીપુરુષ વચ્ચેના માંદલા જાતીય ભાવોનાં અમર્યાદિત ચિત્રો પણ આ ગાળાની નવલેમાં ઉભરાયાં છે. જ્યાં જુઓ ત્યાં પ્રેમ જ પ્રેમ! એ સિવાય નથી તે લેખકોને કંઈ લખવું સૂઝતું ......... સુરભિ'ની નાયિકા પાસે પન્નાલાલે બોલાવેલું આ વાક્ય આપણું ઘણાખરા લેખકે માટે સાચું ઠર્યું છે.
આને અર્થ એ નથી કે નવલકથામાં પ્રણયનાં, શંગારચેષ્ટાનાં કે સ્ત્રીપુરુષનાં જાતીય આકર્ષણેનાં ચિત્રો ન આવે. પણ આવે તો સાભિપ્રાય, અનિવાર્ય હોય ત્યાં જ આવે : કામચેષ્ટામાં રસ લેવાની વૃત્તિથી નહિ, જીવનના કેઈ સર્વવ્યાપી વિચાર કે ભાવને મૂત કરવાના હેતુથી તે આવે; આવે તે સર્જકના કલાસંયમમાં કસાઈને આવે, એટલું જ સૂચવવાને હેતુ છે. અલકકિશોરી અને સરસ્વતીચંદ્રવાળા પ્રસંગમાં જાતીય વિકારનું ચિત્રણ કેટલી નાજુકાઈથી થયું છે. ગુજરાતનો નાથ'માં “ઉષાએ શું જોયું?” એ પ્રકરણમાં રસસમાધિ ચડે તેવું ચિત્રપટ નથી રચાયું?
આ દાયકાની નવલેમાં આલેખાયેલા જીવન અને ગુંથાયેલા પ્રશ્નોની બારીક તપાસ કરીએ તો તેમાં આગલા દાયકાથી ખાસ કાઈ નવીન ત માલુમ પડશે નહિ. પશ્ચિમના સાહિત્ય, વર્તમાન કેળવણીએ, જગતમાં ઊઠેલા નવવિચારનાં મોજાએ આપણું વૈયક્તિક અને સામાજિક જીવનમાં જે ઝંઝા ઉત્પન્ન કરી છે તેનું સાક્ષાત પ્રતિબિંબ આપણું સાંસારિક નવલોમાં આગલા દાયકાની જેમ પડે છે. પ્રેમીઓ, દંપતીઓ, સાથે રહેતાં