Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
શથ અને ગ્રંથકાર પુ૧૦ રાજહંસ, કૃષ્ણલાલ શાહ, ઉછરંગરાય ઓઝા, દિવ્યાનંદ, પ્રબંધ મહેતા, જટુભાઈ મહેતા આદિ પચીસથી ય વધુ લેખકેએ આ દાયકે નવલકથાના ક્ષેત્રમાં રીતસર પ્રથમ પ્રવેશ કર્યો છે. આ બધામાંથી સર્જક તરીકે કાળના પ્રવાહમાં કેટલા તરતા રહેશે અને નિર્ણય તે ભવિષ્ય કરશે, પણ ખરી સર્જનશક્તિ અને અનુભવસમૃદ્ધિ બતાવનારા પન્નાલાલ અને પેટલીકરનું ભવિષ્ય ઊજળું છે એ તો એમની નવલસંખ્યા અને તેમાંની ગુણસંપત્તિએ ક્યારનું ય બતાવી દીધું છે.
પન્નાલાલ અને પેટલીકર આ દાયકાના શ્રેષ્ઠ નવલકારે છે. બેઉ લેખકો ગામડામાંથી આવે છે અને ગ્રામજીવનના અપક્ષ અનુભવના નિચેડરૂપે વિવિધરંગી નવલે અને નવલિકાઓ રચે જાય છે. બંનેની કૃતિઓ ગુજરાતના ગ્રામવાતાવરણને નવલકથામાં તાદશ કરે છે. ગ્રામવાસી માનનાં હૈયાંને બને અપૂર્વ કૌશલથી ખુલ્લાં કરી બતાવે છે. અને ગામડાના લેકની રહેણીકરણી, રીતિનીતિ, વટવહેવાર, ઈર્ષ્યાદ્વેષ, કલહ-કલેશ, આનંદપ્રમોદ ઇત્યાદિનું નકસદાર ચિત્ર ઉપસાવી શકે છે અને ધરતીની સુગંધવાળી ગ્રામબોલી દ્વારા ધારી અસર ઉપજાવી શકે છે. પેટલીકરની વિશિષ્ટતા રેજ-બ-રોજના જિવાતા જીવનના પ્રશ્નોની સુધારક દષ્ટિએ ચર્ચા કરવામાં અને કથનપદ્ધતિના વિવિધ આકર્ષક પ્રયોગો કરવામાં રહેલી છે, તે પન્નાલાલની વિશેષતા વાસ્તવ જીવનના નિરૂપણ દ્વારા વ્યાપક માનવતા ફલિત કરી બતાવવામાં રહેલી છે. બન્ને લેખકે પાત્રનું ઊંડું મનોવિશ્લેષણ સફળ પણે કરી શકે છે. પરંતુ પન્નાલાલનું કલાફલક પેટલીકરના કરતાં વધારે વિશાળ અને ઉદાત્ત છે. બન્ને હજુ પ્રગતિ કરી રહ્યા છે. ગોવર્ધનરામ, મુનશી અને રમણલાલે પાડેલી ગુજરાતી નવલકથાની ઉચ્ચ પ્રણાલિકાને આ બે લેખકે પિતાની કલાસાધના દ્વારા ટકાવી રાખશે એમ કહીએ તે ખોટું નથી.
જૂનાઓમાંથી રમણલાલની સર્જકતાનાં હવે વળતાં પાણી જણાય છે. મેઘાણે આ દુનિયામાં હવે રહ્યા નથી. મુનશી સામાજિક વિજ્યોને સ્પર્શતા નથી. ગુણવંતરાય આચાર્ય એમની મર્યાદાઓને વટાવી શકતા નથી. પણ ચુનીલાલ શાહ, દર્શક અને જયંતિ દલાલ–એ આગલા જૂથમાંથી, અને ચુનીલાલ મડિયા, અશ્વિનીકુમાર, જયમલ્લ પરમાર, ગેવિંદ અમીન, પીતાંબર પટેલ, યશોધર મહેતા અને વિદિની નીલકંઠ એ પછીના જથમાંથી, નવલકથાની કલાની જરા વધુ કડક ઉપાસના કરે તે આ ક્ષેત્રે • ફાવી શકે તેમ છે.