Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ૧૦
વિકૃતિ થાય છે કે કાં તે ઈતિહાસની સ્થળ વિગતોને જ વળગી રહેવાનું વલણ દાખલ થાય છે. પરિણામે ઐતિહાસિક નવલે જાસૂસથાઓ કે પ્રાચીન સ્થળસમયના પટ ઉપર રચાતી કેવળ પ્રણયકથાઓ જ બની રહે છે. એમાં કુતૂહલપેષણ કે મનોરંજન સિવાય ભાગ્યે જ બીજું કોઈ તત્ત્વ જણાય છે. જીવનનું કાઈ વ્યાપક સત્ય કે ઊંડું રહસ્ય તેમાંથી નીકળી આવતું નથી. ઇતિહાસને ઉપરછલી દષ્ટિએ જોઈ જઈ તેને પિતાની પ્રિય કંઈષ્ટ ભાવનાએનું વાહન બનાવ્યા કરતાં તત્કાલીન માનવજીવનને, તેનાં વૃત્તિ-વલણ અને પ્રવૃત્તિને તેમજ તેનાં રહસ્યો ઉકેલતી ઘટનાઓને ઊંડે, તુલનાત્મક, તટસ્થ અભ્યાસ કર્યા બાદ તેમાંથી પ્રેરણું લઈ પિતાની સર્જકતાને સ્વતંત્રપણે વિહરવા દેવી જોઈએ.
| સામાજિક નવલકથા આ દાયકામાં લગભગ ૧૨૫ જેટલી મૌલિક સામાજિક નવલકથાઓ પ્રકાશન પામી. છે, જે બતાવે છે કે સામાજિક નવલકથા ઐતિહાસિક કરતાં વિશેષ કપ્રિય છે. - એમાંની કેટલીક ગ્રામસમાજને સ્પર્શે છેઃ (“મળેલા જીવ', “જનમ ટીપ', “માનવીની ભવાઈ', વગેરે); કેટલીક આધુનિક શહેરી સમાજ અને શિક્ષણનું પ્રતિબિંબ પાડે છે (બે મિત્રો', “કળિયુગ', “વનવાસ', “ફૂટેલાં સુવર્ણપાત્રો', “વિષચક્ર', “છાયાનટ', “પરિવર્તન”, “ભાઈબીજ ',
અધૂરું જીવન' વગેરે); થેડીક નારીત્વના ઉજજવલ અંશને લક્ષનારી છે ( “વિકાસ', “ચંદા', “મારી હૈયાસગડી” “ધરતીને અવતાર, “નિવેદિતા” વગેરે); અને ઘણી બધી દામ્પત્યપ્રણયત્રિકોણના વિષયમાં રાચે છે. આ ઉપરાંત સંયુક્ત કુટુંબજીવનને પ્રશ્ન “તપોવનમાં, હરિજનેનો પ્રશ્ન માનવતાનાં મૂલ'માં, મવાલી જીવનને ચિતાર “પુનરાગમન'માં, વેશ્યાનું છેવને “ચિત્રાંગદા” અને “મારા વિના નહિ ચાલેમાં, બહારવટિયાઓની માનવતા અને ખમીર “પાતાળ કુવો' વગેરેમાં, પિોલીસ તંત્રની પિકળતાનું ચિત્રણ બીજલ'માં, રજવાડી ખટપટનું આલેખન પાછલે બારણેમાં, અને શહેરના શ્રીમંત ભદ્ર સમાજનું “કદલીવનમાં જોવા મળે છે. “સરી જતી રેતી' જેવી કઈ કઈ નવલ કેવળ જિન્સી ભાવચેષ્ટાઓની છબીઓ પાડવા જ જાણે આલેખાઈ છે, તે “કાજળ કોટડી” જેવી કેટલીક ૧૯૪૭થી લગભગ આજ સુધીની સમયપટ્ટી પર લેકજીવનનું પ્રતિબિંબ ઝીલે છે. ઉપરાંત “શોધમાં (સ્વ. રમણભાઈ), લંબોદર શર્મા