Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વાડ્મય પર દષ્ટિપાત
જીવનનું તલગામી દર્શન તે કરી શકશે નહિ. અને કાઈ પણ કલાસનમાં જીવન-દર્શોનની તૂટી ચલાવી ન લેવાય. બધાઈ ગયેલા ચીલાઓની બહાર સ`શક્તિએ સ્વતંત્ર વિહાર કર્યે જ છૂટકા. સર્જક–પ્રતિભાને જીવનક્રમ અને તેના સૌન્દર્ય પ્રેરક અંશે સિવાય ખીજા કશાનુ` બંધન નથી.
ચરિત્ર
૩૭
હવે વળીએ 'કલા અને શાસ્ત્ર બંનેનાં તત્ત્વાના સુમેળવાળા સાહિત્યપ્રકાર ચરિત્ર તરફ.
'
વીતેલા દાયકાના ચરિત્ર-વિભાગ સૌથી વધુ માત્બર છે. એમાં નાની માટી મળીને લગભગ ૧૫૦ કૃતિએ પ્રગટ થઈ છે. એમાં સરદાર વલ્લભભાઇનું વિસ્તૃત જીવનચરિત્ર છે તે ‘શુક્રતારક' જેવું રસાળ જીવનચિત્ર પણ છે; ‘ અડધે રસ્તે ’ જેવી સર્જનાત્મક આત્મકથા છે તે - મહાદેવભાઈની ડાયરી' જેવી અપૂર્વ રાજનીશી પણ છે; આચાય આનંદશ’કરભાઇ' જેવી પૂજયભાવથી નીતરતી સંસ્મરણુ-પુસ્તિકા છે તા ‘લિ. સ્નેહાધીન મેધાણી ' જેવું મુલાયમ પત્રસાહિત્ય પણ છે; સાંદિપનીનાં (? સાંદીપનિનાં ) રેખાચિત્રો અને ‘ગ્રામચિત્રો' જેવાં વિવિધ વર્ગોનાં પ્રતિનિધિઓનાં રેખાચિત્રા છે તે ‘આચાય પ્રફુલ્લચંદ્ર રૉય' જેવી ટૂંકી અને ખેાધક જીવનકથા છે.
*
એના ચરિત્રનાયકેાની સૃષ્ટિ વિવિધ કાળ, દેશ અને ક્ષેત્રમાં વ્યાપ્ત છે. સ્વતેજે ઘૂમી વળી પેાતાના વ્યક્તિત્વને ચિરસ્મરણીય બનાવી જનાર શકરાચાય થી માંડીને ભીમજી હાડવૈદ્ય સુધીના વિખ્યાત-અવિખ્યાત જીવનની અનેકદેશીય સામગ્રી આ દાયકાના ચરિત્રસાહિત્યમાં સાંપડે છે.
કશ્મીર, મીરાં અને શ્રીમનૃસિંહાચાર્યજી જેવા સતા-ભકતા, શકરાચા, મહાવીર જેવા ધ`સંસ્થાપકેા, લૂઈ-પાશ્ચર અને મૅડમ કયૂરી જેવા વૈજ્ઞાનિકા, રવિશંકર મહારાજ અને મેાતીભાઈ અમીન જેવા મૂક પ્રજાસેવકા, કસ્તુરબા જેવી આત્મસંપત્તિ વાળી આદર્શ નારીએ, ઝાંશીની રાણી લક્ષ્મીબાઈ, ફ્રાન્સની રણુચ'ડી જોન આવુ આર્ક અને વીર સુભાષ જેવાં ક્રાન્તિ–સેનાપતિએ, સરદાર વલ્લભભાઈ જેવા લેાખંડી રાજ–પુરુષ, ૫. ભગવાનલાલ ઇન્દ્રજી જેવા પુરાતત્ત્વવિદ, કલાપી અને સાગર જેવા મસ્ત કવિએ, નવલરામ જેવા ધીર વિવેચકઃ આમ યાદી કરીએ તેા પાર ન આવે એટલી બધી વ્યક્તિઓનાં જીવનચરિત્ર લખાયેલાં છે. આ સૌમાં