Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગયા દાયકાના વાણમય પર દષ્ટિપાત ઉડાડતી રંગદશી ભાવનામય વાતાવરણપ્રધાન કથાઓ અને માનવહૃદયની ઉદાત્ત-મનહર લાગણીનું ઉત્કટતાથી આલેખન કરતી રોમાંચક કહાણુઓ નથી મળતી એમ નહિ, પણ તે કૃતિઓ જેટલું વાસ્તવચિત્રણ કરાવવા તરફ લક્ષ રાખે છે, તેટલું ભાવનાનું ઉદ્દબોધન કરવા તરફ રાખતી નથી. એકંદરે તેમાં કાવ્યનું માધુર્ય કે કલ્પનાનાં ઉયન નથી. તેમાં છે વિવિધ માનસ, વૃત્તિ, કક્ષા, સંસ્કાર અને રુચિનું છબીરાગી આલેખન. એમાં ક્યાંક મર્મવેધી કટાક્ષ છે, ક્યાંક સહાનુભૂતિભર્યો દષ્ટિકોણ છે, ક્યાંક ઉગ્રતા અને તીખાશ છે; ક્યાંક રસિકતા અને નવી રીતિની ચાંપલાશ છે. પણ એ બધામાં ય વ્યક્ત થતા સૂર જીવનના વિષાદ અને નિરાશાને છે. હોકાયંત્ર વિનાનું જીવનનાવ જાણે કે સંસાર સાગરમાં વિચારમાંથી અથડાતું કુટાતું કોઈ અનિશ્ચિત દિશા તરફ ધકેલાઈ રહ્યું હોય એ આ દાયકાની વાર્તાઓમાંથી જીવનને સૂર સંભળાય છે.
જે રહસ્યને વાર્તા દ્વારા લેખક અભિવ્યક્તિ આપવા ઇચ્છે છે તેની યેગ્યાયેગ્યતા કે બલબલ તપાસવાને ઉચિત અને સ્થિર દૃષ્ટિકોણ આપણું ઘણું વાર્તાકારમાં જ નથી. કેટલીક વાર્તાઓમાં તે તેમના લેખકને દૃષ્ટિકોણ તંદુરસ્ત પણ લાગતો નથી, ટૂંકમાં કહીએ તો નવી નવલિકા જેટલી ચિત્તને ચમકાવતી જાય છે તેટલી ચિત્તને ખેંચી જતી નથી; જેટલી ભાવકને બુદ્ધિપ્રધાન પૃથક્કરણ કરવા પ્રેરે છે તેટલી તેની સંવેદનાને જાગ્રત કરતી નથી. છતાં સંવિધાનનું કૌશલ નિરૂપણની સ્વસ્થતા, વિષય ને રીતિનું વૈવિધ્ય અને વર્ણન ને કથનની ચેટ સાધવામાં ગયા દાયકા કરતાં તેણે સારી પ્રગતિ બતાવી છે. ઈશ્વર પેટલીકરની “દુઃખનાં પિટલાં” અને લોહીની સગાઈ', ચુનીલાલ મડિયાની “ કમાઉ દીકરે” અને દ્વિરેફની કેશવરામ' આ દાયકાની સર્વશ્રેષ્ઠ નવલિકાઓ છે.
ઉપસંહારઃ વીતેલા દાયકાના ગુજરાતના સમગ્ર સર્જનાત્મક સાહિત્ય તરફ છેલ્લી દષ્ટિ ફેંકીએ તો તેમાં “આપણી સર્જકશક્તિએ અનુભવેલી એટ’નાં દર્શન થાય છે. ગયા દાયકાના આપણું સમર્થ સર્જકે રમણલાલ, રામનારાયણ, ધૂમકેતુ, સુંદરમ, ઉમાશંકર, ધનસુખલાલ, ગુણવંતરાય, ચંદ્રવદન, મનસુખલાલ આદિ ઉત્તરોત્તર ચઢિયાતી કૃતિઓ આપવાને બદલે એમની આગલી કૃતિઓથી ઊતરતી કક્ષાની–કઈ વાર તે એમને સાહિત્યવ્યવસાય ચાલુ છે એટલું જ બતાવતી કૃતિઓ પ્રગટ કરે છે તે શું બતાવે છે ?