Book Title: Granth Ane Granthkar Pustak 10
Author(s): Dhirubhai Premshankar Thakar, Indravadan Kashinath Dave
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________
ગ્રંથ અને ગ્રંથકાર પુત્ર ૧૦ તરીકે જ ઉપયોગમાં લેવામાં આવે છે. અને વિષયની ગંભીરપણે મુદ્દાસર ચર્ચા કરતા સુશ્લિષ્ટ લેખે તે નિબંધ અને અગંભીર પણે સ્વૈરવિહારી રજૂઆત કરનાર હળવા લેખે તે નિબંધિકા એવો ખ્યાલ સામાન્યતઃ પ્રવર્તે છે.
સગવડને ખાતર નિબંધિકાનું સાહિત્ય હાસ્યસાહિત્યના વિભાગમાં અવકાશે. નિબંધસાહિત્યને અત્ર તપાસીશું. એમ તે વિવેચનના અને ચિંતનસાહિત્યના લેખસંગ્રહોને અહીં જ સ્થાન મળવું જોઈએ, કારણકે એ સર્વ લેનું સ્વરૂપ નિબંધાત્મક છે, પણ વિષયદષ્ટિએ એ બધા તે તે વિભાગોમાં ઉલ્લેખાતા હોવાથી અહીં તે અન્ય કોઈ વિભાગોમાં સ્થાન પામી ન શકે તેવા જ લેખસંગ્રહને નિર્દેશીશું.
એવો પુસ્તકમાં “વાતાયન' (ધૂમકેતુ); “ ઊર્મિ અને વિચાર” તથા “ ગુલાબ અને કંટક' (રમણલાલ દેસાઈ); “કલાચિંતન' (રવિશંકર રાવળ; “કુટિંલગ” મંડળ ૧-૨ ( શાન્તિલાલ ઠાકર ) આદિ ખાસ ઉલ્લેખપાત્ર છે. આનંદશંકરનું “વિચારમાધુરી ” તે સૌમાં શ્રેષ્ઠ છે.
વિચારમાધુરી 'ના નિબંધ મુખ્યત્વે સાહિત્ય કેળવણી, સમાજ અને રાષ્ટ્રચિંતનના છે. એ સૌમાં મનુષ્યહિતચિંતક, શિક્ષણપ્રેમી, વિચારશીલ પંડિત આનંદશંકરના ઉદાત્ત વ્યક્તિત્વને એકધારે પરિચય થાય છે. એનું સ્વરૂપ વિચારબદ્ધ, સુસંકલિત અને સઘન છે. એની વિચારધારા, તેજોમય, સુસ્પષ્ટ અને વિષયના ઊંડા અભિનિવેશવાળી છે. એનું ગદ્ય સૌમ્યમધુર,
ક્યાંક મલમલની ઝીણી ફરફરવાળું, ક્યાંક કિનખાબના રેશમની સુઘટ્ટતાવાળું પણ સર્વત્ર એકસરખું પ્રસન્નગંભીર છે. “વાતાયન'ના નિબંધ જેટલા સુશ્લિષ્ટ નથી તેટલા પ્રેરક વિચારતણખાની માળા જેવા છે. એમાં ક્યાંક લાગણીનાં સ્પંદને છે, ક્યાંક તરંગના કે અપક્વ વિચારોના બુટ્ટા છે, ક્યાંક આકર્ષક શબ્દરમત છે. ધૂમકેતુનું ગદ્ય ઘણુંખરું સૂત્રાત્મક શૈલીનું સચોટ લાઘવ બતાવે છે. રમણલાલના નિબંધોમાં આકર્ષક વિચારે, મીઠા કટાક્ષ અને મનનીષ ચિંતનકણિકાઓ આમ તેમ વેરાયેલ મળી
હે છે. તેમના નિબંધેનું સ્વરૂપ વિશખલ અને પિત પાતળું છે, પણ તેમાં રમણલાલની લાક્ષણિકતાનાં ભારેભાર દર્શન થાય છે. પ્રસાદ, રસિકતા, નાગરી સુઘડતા અને મીઠાશ જેમ રમશુલાલની ગદ્યશૈલીનાં લક્ષણ છે તેમ હમણાં હમણુમાં સારી પેઠે ધારદાર બનેલા કટાક્ષપ્રયોગો પણ તેમની આગળ પડતી ખાસિયત બનેલ છે. રા. રવિશંકર રાવળના નિબંધો