________________
તે માટે રસ્તો દેખાયો. જપ ઉપર તેમને વિશેષ ભાર તે કારણકે સંસારમાં રહીને ભગવત્ પરાયણ જીવન જીવવું એ સંસારી માટે મુશ્કેલ છે. તેથી જ તેમના દરેક સેવકગણેને જપ કરવાની ટેવ પડાવી , શ્રધ્ધાનો પાયો નાખે. અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવાને આધાર બનાવી આપે. સેવકો તરફ તેઓશ્રીની અસીમ કૃપા રહી. સંસારમાં રહીને સંસારની જવાબદારી પાર પાડવા માટે દિશાસૂચન કર્યો આ કારણે જ તેમને કેઈપણ સેવક આજે શ્રી ચરણગીરીજી મહારાજને ભૂલી શકતો નથી.
આવા પ્રાતઃ સ્મરણીય, પરમહંસ પરમપૂજ્ય સ્વામી શ્રી ચરણગીરીજી મહારાજ તા. ૧૮-૧-૧૯૭૬ રવિવારે અમદાવાદ ખાતે બ્રહ્મલીન થઈ, ભગવાન શ્રી વાળીનાથજીના અખાડે. ગામ તરભ તા. વીસનગર, છે. મહેસાણા ખાતે સમાધિસ્થ થયા.
વર્ષો પૂર્વે તેમણે શ્રી કૃષ્ણભજજી મહારાજ લીખીત “ગીતા દેહન” જેવા મહાન પુસ્તકની આવૃત્તિ અલભ્ય હેવાથી, ફરી છપાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની પ્રેરણાથી જ આજે ગીતા દાનની ચોથી આવૃત્તિ બહાર પડી રહી છે. તે સમયે જીવનના સાચા રસ્તે ચાલવાની દરેકને પ્રેરણા
ચરણગીરીજી મહારાજને કોટી કોટી વંદન કરીએ છીએ. સાથે સાથે તેમના આશીર્વાદ અને પ્રેરણાથી જ આ કાર્ય પૂરું કરી શક્યાનો આનંદ થાય છે.
ટ્રસ્ટીઓ શ્રી ચરણગીરી બાપુ સ્મૃતિ ટ્રસ્ટ