Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
અર્થવ્યવસ્થા જણાવાય છે. તેથી પ્રમાણલક્ષણાદિને જણાવવાનું કોઈ પ્રયોજન જણાતું નથી – એ કહેવું યુક્ત નથી - આ પ્રમાણે ઉદયનાચાર્યે ઉપાલંભ આપ્યો છે.
એ ઉપાલંભ યોગ્ય નથી. કારણ કે પ્રમાણથી અર્થવ્યવસ્થાપનામાં અને વ્યવહારની વ્યવસ્થાપનામાં લક્ષણનું કોઈ પ્રયોજન નથી - આ પ્રમાણે અમારું કહેવું છે. સર્વથા પ્રમાણલક્ષણાદિનું કોઈ જ પ્રયોજન નથી આ પ્રમાણે કહેવાનું તાત્પર્ય નથી. કારણ કે સમાનજાતીય (વિસંવાદી જ્ઞાનાદિ સ્વરૂપ પ્રમાણાભાસાદિ) અને અસમાનજાતીય(ઘટપટાદિ)નો વ્યવચ્છેદ કરવા માટે લક્ષણ છે – એવી વ્યવસ્થા તે તે ગ્રંથમાં જણાવી છે. વિસંવાતિ જ્ઞાન પ્રમાણમ.. ઇત્યાદિ પ્રમાણના લક્ષણથી વિસંવાદિ જ્ઞાનમાં અને ઘટપટાદિમાં પ્રામાણ્યનો વ્યવચ્છેદ થાય છે, જે લક્ષણનું પ્રયોજન છે. આથી લક્ષણનું કોઈ જ પ્રયોજન નથી એમ કહેવાનું અહીં તાત્પર્ય નથી... ઇત્યાદિ સમજી શકાય છે.
સમાનજાતીય અને અસમાનજાતીયનો વ્યવચ્છેદ કરનાર લક્ષણનું લક્ષણ; પછી એનું લક્ષણ... ઇત્યાદિ ક્રમે અનવસ્થા દોષનો પ્રસંગ તો અહીં પણ છે જ.” આ પ્રમાણે નહીં કહેવું જોઇએ. કારણ કે સામાન્યથી જેને તે તે પદાર્થોનું જ્ઞાન છે; તેને તે શાસ્ત્રથી અધિકૃત પદાર્થની વિશેષ પ્રતીતિ(જ્ઞાન) થઈ ગયા પછી જિજ્ઞાસા શાંત થતી હોવાથી અનવસ્થાદોષનો પ્રસંગ રહેતો નથી. વૈદ્યકશાસ્ત્ર અને શબ્દશાસ્ત્રથી રોગાદિ લક્ષણો વગેરેનું અને યથાર્થશબ્દપ્રયોગાદિનું જ્ઞાન થયે છતે જેમ જિજ્ઞાસા શાંત થવાથી અનવસ્થાદોષનો પ્રસંગ આવતો નથી તેમ અહીં પણ અનવસ્થાનો અભાવ છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે જણાવ્યા મુજબ સંમુગ્ધ જનોને અર્થની વ્યવસ્થા માટે પ્રમાણની આવશ્યકતા હોય છે, પ્રમાણના લક્ષણની આવશ્યકતા હોતી નથી. પ્રમાણનું લક્ષણ કર્યું છે?' આવી જિજ્ઞાસા જેને હોય છે, તે સામાન્યથી વ્યુત્પન્ન હોય છે. તેવા આત્માઓને શાસ્ત્રથી પ્રમાણલક્ષણનું વિશિષ્ટ જ્ઞાન થવાથી તેમની જિજ્ઞાસા શાંત થાય છે. તેથી જિજ્ઞાસાના અભાવમાં અનવસ્થાનો પ્રસંગ આવતો નથી.
પરંતુ, લક્ષણ કેવલવ્યતિરેકી જ હોય છે એ વાતમાં અમે સંમત નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે લક્ષણથીQતરભેદનું જ્ઞાન કરાવવાનું હોય છે. પૃથ્વી, જલાદિ દ્રવ્ય અને ગુણાદિ પદાર્થ સ્વરૂપ નથી; જલાદિથી ભિન્ન છે. કારણ કે પૃથ્વી ગંધવતી છે. (જે જે ગંધવદ્ હોય છે તે તે ઘટાદિ, જલાદિથી ભિન્ન છે.) જયાં જયાં ગંધવત્ત્વછે ત્યાં ત્યાં સ્વતર(જલાદિ)ભિન્નત્વ છે. આ અન્વયવ્યાપ્તિ માટે કોઇ દષ્ટાંત નથી. કારણ કે પૃથ્વીમાત્ર પક્ષ છે. જ્યાં જ્યાં ગંધનો અભાવ છે (જલાદિમાં); ત્યાં ત્યાં સ્વતર(જલાદિ)ના ભેદનો અભાવ છે. દા.ત. જલાદિ. આ પ્રમાણે વ્યતિરેકવ્યાપ્તિ માટે જ દષ્ટાંત પ્રાપ્ત થાય છે. અન્વયદષ્ટાંતથી રહિત એવું વ્યતિરેકદષ્ટાંતથી સહિત ગંધવત્ત્વસ્વરૂપ લક્ષણ કેવલવ્યતિરેકી છે. સ્વતરભેદને સિદ્ધ કરવા માટે એ રીતે લક્ષણ કેવલવ્યતિરેકી જ હોય છે - આવું નૈયાયિકો કહે છે. પરંતુ પદાર્થનું પ્રમેયત્વ, શેય–વગેરે કેવલાન્વયી લક્ષણ પ્રસિદ્ધ હોવાથી
એક પરિશીલન