Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
બારમા શ્લોકનો અર્થ છે. કહેવાનો ભાવ એ છે કે પ્રત્યક્ષ, અનુમાન આદિ પ્રમાણો જગતમાં પ્રસિદ્ધ છે. તે સ્વતઃ (સ્વભાવથી) જ રૂઢ થયેલાં છે. પ્રમાણનું લક્ષણ કરનારા શાસ્ત્રકારશ્રીનાં વચનોથી પ્રત્યક્ષાદિ પ્રમાણો સિદ્ધ કરાયેલાં નથી. તેમ જ સ્નાન, પાન, દહન (સળગાવવું) રાંધવું વગેરે ક્રિયા સ્વરૂપ વ્યવહાર પણ સ્વયં પ્રસિદ્ધ છે. કારણ કે પ્રમાણલક્ષણને વિશે જેઓ પ્રવીણ નથી એવા ગોવાળિયા, બાળકો અને સ્ત્રીઓ વગેરે લોકો પણ તેવા પ્રકારના સ્નાન – પાન વગેરેનો વ્યવહાર સારી રીતે કરે છે. આથી સમજી શકાય છે કે પ્રમાણના લક્ષણ વિના જ પ્રત્યક્ષાદિ પ્રમાણો અને તેનાથી થતા સ્નાન - પાન, દહન કે પચન વગેરે સ્વરૂપ વ્યવહાર પ્રસિદ્ધ છે. તેથી પ્રમાણના લક્ષણ “અવિસંવાદી જ્ઞાનને પ્રમાણ કહેવાય છે....... ઇત્યાદિનું કોઈ જ પ્રયોજન દેખાતું નથી.
યદ્યપિ આ રીતે પ્રમાણના લક્ષણનું કોઈ જ પ્રયોજન ન હોય તો પૂ. આચાર્યભગવંતે આ શ્લોકમાં “જ્ઞાથ ન' ના સ્થાને (“જણાતું નથી’ના બદલે) વર્તતે ર (અર્થાત્ પ્રયોજન નથી) – આ પ્રમાણે કહેવું જોઈએ; પરંતુ તે પ્રમાણે (વર્તત ) કહેવાથી અત્યંત પરુષ - કઠોર વચનનો પ્રયોગ થાય છે. તેથી તેવો પ્રયોગ કર્યા વિના “જ્ઞાયતે પ્રયોગન” આવો પ્રયોગ કર્યો છે. જેથી અત્યંત કઠોરતાનો પરિહાર થાય છે. અયોગ્ય વસ્તુનું નિરાકરણ કરતી વખતે પણ વચનની અત્યંત પરુષતા થાય નહિ એનો ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ. પ્રતિકાર કરવાનો હોવાથી થોડી પરુષતા તો રહેવાની જ. પરંતુ તેની માત્રા વધવી ના જોઈએ - તે આ શ્લોકથી સારી રીતે જણાવ્યું છે, જે કોઈ પણ રીતે વિસ્મરણીય નથી.
આ વિષયમાં અહીં શ્રી ઉદયનાચાર્ય (“ન્યાયકુસુમાંજલિ' ઇત્યાદિન્યાયગ્રંથોના રચયિતા) ઉપાલંભ આપતાં જણાવ્યું છે કે – જેઓ પ્રમાણને જ સર્વ વસ્તુની વ્યવસ્થાને કરનારું માને છે અને પ્રમાણના લક્ષણને સર્વ અર્થનું વ્યવસ્થાપક માનતા નથી, કારણ કે અર્થની વ્યવસ્થા માટે પ્રમાણલક્ષણની અપેક્ષા રાખીએ તો પૂર્વે (શ્લોક નં. ૧૧માં) જણાવ્યા મુજબ અનવસ્થા આવે છે; તેઓ માટે નિમિત્ત રિવામિ - અર્થાત્ હું (મદિરાદિન) નિંદું છું અને પીઉં છું – આ ન્યાય પ્રાપ્ત થાય છે. કારણ કે અર્થના વ્યવસ્થાપક પ્રમાણભૂત જ્ઞાનને કે લક્ષણને સ્વીકારતી વખતે અવ્યાપ્તિ કે અતિવ્યાપ્તિ વગેરે દોષનો તેઓ પરિહાર કરે છે. નિર્દોષ એવા જ પ્રમાણને અને લક્ષણને અર્થવ્યવસ્થાપક તરીકે માને છે. તાદશ અવ્યાપ્તિ વગેરે દોષથી જે શૂન્ય છે તેને જ તો લક્ષણ કહેવાય છે. આ રીતે, “લક્ષણનો ઉપયોગ નથી.” - એમ કહીને નિંદા કરે છે અને અર્થવ્યવસ્થાપના માટે તેનો સ્વીકાર કરે છે. નિંદિતનો સ્વીકાર કરવાથી ઉપર જણાવેલો “નિવામિ વિવામિ ૨' - આ ન્યાય પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે મિથ્યાજ્ઞાનાદિને લઈને પ્રમાણભૂત પ્રવૃત્તિ કોઈ કરતું નથી. મિથ્યાજ્ઞાનથી જન્ય જે પ્રવૃત્તિ છે; તે ફળને પ્રાપ્ત કરાવનારી બનતી નથી. પ્રવૃત્તિજન્ય ફળને પ્રાપ્ત કરવા
એક પરિશીલન
૧૫