________________
અસત્યામૃષાના આમંત્રણી આદિ બાર ભેદ નિરૂપિત છે. આમાંથી કેવળી બે જ પ્રકારની ભાષા બોલે છે- (૧) સત્ય અને (૨) અસત્યામૃષા.
જૈન આગમોમાં ભાષા વિષયક ચિંતન સમૃદ્ધ છે. જે આધુનિક ભાષાવિધોના માટે પણ અધ્યયનની ઉપયોગી સામગ્રી પ્રસ્તુત કરે છે. આગમોની માન્યતા છે કે જીવ ભાષાવર્ગણાના જે દ્રવ્યોને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે તે તેને સત્યભાષાના રૂપમાં પ્રસારિત કરે છે. જે દ્રવ્યોને તે અષાભાષાના રૂપમાં ગ્રહણ કરે છે તે મુષાભાષાના રૂપમાં પ્રસરિત કરે છે. એ જ પ્રમાણે સત્યામૃષા અને અસત્યામૃષા ભાષાના રૂપમાં દ્રવ્યોને ગ્રહણ કરવાથી ક્રમશઃ તે જ ભાષાના રૂપમાં તે દ્રવ્યોને પ્રસારિત કરે છે. યોગ - પ્રયોગ :
યોગ અને પ્રયોગમાં બહુ સૂક્ષ્મ ભેદ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિને જ્યાં યોગ' કહ્યો છે. ત્યાં યોગની સાથે જીવના વ્યાપારનું જોડાય જવું 'પ્રયોગ' છે.
મન, વચન અને કાયાના કારણે જીવના પ્રદેશોમાં જે સ્પન્દન કે હલચલ થાય છે તેને પણ યોગ કહેવામાં આવે છે. યોગદર્શનમાં યોગ” શબ્દનો પ્રયોગ ચિત્તની વૃત્તિયોના વિરોધ”ના અર્થમાં થયો છે. ભગવદ્ ગીતામાં કર્મના કૌશલને યોગ કહેવામાં આવ્યો છે. યોગ એક પ્રકારે સમાધિના અર્થમાં પણ પ્રયુક્ત થયો છે. જૈનાચાર્યોએ યોગનો અર્થ સમાધિ સ્વીકાર કરતા યોગ વિષયક ગ્રંથોની રચના કરી છે. પરંતુ આગમમાં યોગનો અર્થ સમાધિ નથી. આગમમાં તો મન વચન કાયાની પ્રવૃત્તિને યોગ કહ્યો છે. આ યોગ કર્મબંધનો નિમિત્ત બને છે, વિશેષરૂપે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધમાં યોગને નિમિત્ત માનવામાં આવ્યો છે.
યોગ અને પ્રયોગમાં જે સ્પષ્ટ ભેદ છે તે એ છે કે પ્રયોગમાં જીવના વ્યાપારની પ્રધાનતા હોય છે. જ્યારે યોગમાં મન, વચન અને કાયાની પ્રધાનતા હોય છે.'
યોગના જે રીતે ત્રણ અને પંદર ભેદ છે તે જ પ્રમાણે પ્રયોગના પણ તે જ ત્રણ અને પંદર ભેદ છે. ત્રણ ભેદ છે – (૧) મન, (૨) વચન અને (૩) કાયા. પંદરમાં આનો જ વિસ્તાર છે. તદનુસાર મનના ચાર, વચનના ચાર અને કાયાના ચાર ભેદોની ગણના થાય છે. મનના ચાર ભેદ છે- સત્ય, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા. વચનના પણ આ જ પ્રમાણે સત્ય, મૃષા, સત્યામૃષા અને અસત્યામૃષા ભેદ થાય છે. કાયાના સાત ભેદ છે - (૧) ઔદારિક શરીરકાય, (૨) ઔદારિક મિશ્રકાય, (૩) વૈક્રિય શરીરકાય, (૪) વૈક્રિયામિશ્ર કાય, (૫) આહારક શરીરકાય, (૬) આહારક મિશ્ર શરીરકાય અને (૭) કાર્મણ શરીરકાય.
મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી તેને મનરૂપમાં પરિણત કરવું તથા ચિંતન-મનન કરવું મનોયોગ' છે. ભાષાવર્ગણાના મુદ્દગલોને ગ્રહણ કરી વસ્તુ સ્વરૂપનું કથન કરવું, બોલવું વચનયોગ” છે. ઔદારિક આદિ શરીરોથી હલન-ચલન, સંક્રમણ આદિ ક્રિયાઓ કરવી કાયયોગ' છે. મન આત્માથી ભિન્ન, રૂપી અને અચિત્ત છે. તે અજીવ હોવા છતા પણ જીવોમાં હોય છે, અજીવોમાં નહિ, વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં મનના સંબંધમાં એક ઉલ્લેખનીય તથ્ય એ છે કે મનન કરતી વખતે જ મન મન” કહેવાય છે. તેના પૂર્વે કે પશ્ચાત્ત નહિ.'
મન, વચન અને કાયાની પ્રવૃત્તિના આધારે દંડ પણ ત્રણ પ્રકારના કહ્યા છે - (૧) મનદંડ, (૨) વચનદંડ અને (૩) કાયદંડ. ગુપ્તિ પણ ત્રણ પ્રકારની કહેવામાં આવી છે - (૧) મનોગુપ્તિ, (૨) વચનગુપ્તિ અને (૩) કાયગુપ્તિ.
દ્રવ્યાનુયોગના પ્રયોગ અધ્યયનમાં ગતિપ્રપાતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આની અંદર પાંચ પ્રકારની ગતિઓનું વર્ણન થયું છે - (૧) પ્રયોગગતિ, (૨) તતગતિ, (૩) બંધ છેદનગતિ, (૪) ઉપપાત ગતિ અને (૫) વિહાયોગતિ. ૧. યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ - યોગસૂત્ર ૧/૨ ૨. યોગ: કર્મસુ, કૌશલમ્. ૩. સાધ્વી ડૉ. મુક્તિપ્રભાજી પોતાના શોધ પ્રબંધ "યોગ-પ્રયોગ-અયોગમાં યોગ અને પ્રયોગના ભિન્ન અર્થોને ગ્રહણ કર્યું છે. ૪. દ્રવ્યાનુયોગ ભાગ-૨, પૃ. ૭૪૦
20. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org